________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૪ નિરંતર રહે છે. આવી દર્શનશુદ્ધિ અને એનો વિષય મૂળ ચીજ છે. દર્શનશુદ્ધિ પ્રગટ થઈ એને તો જન્મ-મરણનો અંત આવી ગયો.
રાગ અને સ્વભાવની એક્તાબુદ્ધિની ગ્રંથિ-ગાંઠ એ તો મિથ્યાત્વ છે. હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન છું એવા ભાનમાં ધર્મી જીવને રાગની દષ્ટિ ખસી ગઈ છે. રાગ મારા સ્વરૂપમાં નથી એમ રાગને એ પોતાના જ્ઞાનમાં પરજ્ઞય તરીકે જાણે છે. રાગ છે માટે જાણે છે એમ પણ નથી. એ તો જ્ઞાનની પર્યાય સ્વપર-પ્રકાશક પોતાના જ સામર્થ્યથી છે તે સ્વપરને જાણતી પ્રગટ થાય છે. આવી ભેદજ્ઞાનની વાત બહુ ઝીણી, ભાઈ !
હવે કહે છે-“આ પ્રમાણે વિશેષ (તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આગ્નવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે. ભગવાન આત્મા અતિનિર્મળ ચિદાનંદસ્વરૂપ છે અને આગ્નવો મેલા દુઃખરૂપ છે એમ બે વચ્ચેનો તફાવતસ્વભાવભેદ જે વખતે જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી તે નિવૃત્ત થાય છે એટલે કે પુણ્ય-પાપના ભાવ મારા છે એવા અભિપ્રાયથી નિવૃત થઈ જાય છે. જાઓ! ધર્મસભામાં ગણધરો અને એકાવતારી ઇન્દ્રો જે વાત સાંભળતા હતા તે આ અલૌકિક વાત છે. બાપુ! મુનિવરોની વાણી એ તો સર્વજ્ઞની વાણી છે. કહે છે-જે વખતે રાગથી ભિન્ન અંદર ચિદાનંદ ભગવાન જાણ્યો તે જ વખતે રાગથી-આસ્રવથી નિવૃત્ત થઈ ગયો. રાગભાવ અને સ્વભાવભાવનું ભેદજ્ઞાન થતાં જ રાગમાંથી દષ્ટિ ખસી જાય છે, નિવૃત્ત થાય છે.
“કારણ કે તેમનાથી જે નિવર્તિતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી.” તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી.
જાઓ! અશુભભાવથી તો ઠીક, પણ શુભભાવથી આત્મા ભિન્ન છે એ વાત અજ્ઞાનીને ખટકે છે. પણ અહીં કહે છે કે શુભભાવ અને આત્મા–બે ભિન્ન છે એમ જે કાળે જાણું તે જ કળ તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે કે પુણ્યભાવ ઉપર જે લક્ષ હતું તે લક્ષ છૂટી જાય છે. ભાઈ ! આ તો અંદરની ક્રિયાની વાતો છે. તારે આ સમજવું પડશે.
ભગવાન ! આ સમજ્યા વિના ચોરાસીના અવતારમાં રખડી-રઝળીને તું મરી ગયો છે. કળશટીકામાં કળશ ૨૮માં આવે છે કે મરણતોલ થઈ ગયો છે. “જીવ દ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું.' અહા! રાગની ચિમાં, રાગના પરિણમનના અસ્તિત્વને જ (નિજસ્વભાવ) સ્વીકારીને જીવનું જે ત્રિકાળી જીવન છે તેને મરણતોલ કરી નાખ્યું છે. જીવ દ્રવ્ય તો પ્રગટ જ છે. અહાહા..! વિધમાન ચિદાનંદઘન પ્રભુ આત્મા તો અસ્તિ જ છે, પ્રગટ જ છે. ગાથા ૪૯માં વ્યક્ત પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે એ બીજી વાત છે. અહીં કહે છે કે અનાકુળ આનંદનો નાથ ધ્રુવ ત્રિકાળી ભગવાન અસ્તિપણે મોજુદ પ્રગટ જ છે. પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com