________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ તેથી તેને આત્મા તિરોભૂત થાય છે, અને પોતાને પર અને રાગ જણાય છે એમ તે માને છે. અજ્ઞાનીને સ્વ ઉપર દષ્ટિ નથી કેમકે તે પર્યાયમાં જ ઊભો છે.
અહીં કહે છે કે-જ્ઞાનીને, વસ્તુનો ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવ એના પ્રતિ ઢળતાં જે નિર્મળ જ્ઞાનપરિણતિ થઈ તે સ્વાભાવિક ક્રિયા છે, અને તેનો નિષેધ નથી માટે તે જાણે છેજાણવારૂપ પરિણમે છે અને તે ધર્મ છે. વસ્તુસ્વભાવ તે ધર્મ એમ કહ્યું છે ને? વસ્તુનો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ તે ધર્મી છે અને તેમાં ઢળેલી ધર્મીની જે નિર્મળ જ્ઞાનપરિણતિ તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું જ્ઞાનપણે પરિણમવું તે એનું કર્મ એટલે કાર્ય છે.
પ્રશ્ન:- “જ્ઞાનક્રિયાખ્યાન મોક્ષ:'_અમે કહ્યું છે ને ?
ઉત્તર:- હા, ભાઈ ! તે બરાબર છે, પણ કયું જ્ઞાન અને કયી ક્રિયા? શું શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન છે? શું વ્રતાદિ મંદ રાગનું આચરણ તે ક્રિયા નામ ચારિત્ર છે? ના, હો; ભાઈ ! એમ નથી. આત્મજ્ઞાન વિના અગિયાર અંગ અને નવપૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગટી; પણ તે જ્ઞાન નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં (સ્વસંવેદનપૂર્વક) આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું એમ જે જણાયો તે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. તથા એ ધ્રુવ જ્ઞાયકમાં એકાગ્રતા-રમણતા થઈ તે ક્રિયા એટલે ચારિત્ર છે. આ જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનો માર્ગ છે. એની પૂર્ણતા તે મોક્ષ છે. આવી વાત જાણે નહિ અને મંડી પડે બાહ્ય વ્રત-તપ આદિ ક્રિયામાં તો તેથી મોક્ષ ન થાય. અજ્ઞાનપૂર્વકનાં આચરણ એ તો બંધમાર્ગ છે, ભાઈ.
પ્રશ્ન:- જ્ઞાનરૂપે તો અજ્ઞાની પણ હંમેશાં પરિણમે છે?
ઉત્તર- ના, એમ નથી. અજ્ઞાની એક સમય પણ જ્ઞાનપણે પરિણમતો નથી. એ તો કહ્યું ને કે જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ જ્ઞાનસ્વરૂપી આત્મા જણાય છે, પણ આ ધ્રુવ જ્ઞાન તે હુંએમ તે કયાં જાણે અને માને છે ? એ તો જે રાગ અને પર જણાય છે એ જ મારાં ન્નય છે એમ માને છે. પરંતુ રાગ અને પરથી લક્ષ દૂર કરીને દૃષ્ટિ સ્વ ભણી વાળતાં જ્ઞાનની પર્યાયમાં “આ જ્ઞાયક છે તે હું છું”—એમ જ્ઞાયકને જાણવાપણે અજ્ઞાની પરિણમતો નથી.
હવે કહે છે તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે.”
જુઓ, ગાથાનો મૂળ ભાવ હવે શરૂ થાય છે. શું કહે છે? કે ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ શુભાશુભ ભાવો અને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે. જેનો સંયોગ થઈને વિયોગ થાય તેને સંયોગસિદ્ધ સંબંધ કહેવાય. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com