________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૧૫ શુભ ભાવો અને હિંસા, જૂઠ આદિ અશુભ ભાવોએ બધા સંયોગી ભાવો છે કેમકે તેમનો વિયોગ થઈ જાય છે. આ ક્રોધાદિ ભાવો સાથે આત્માનો એક સમય પૂરતો જ સંબંધ છે. (એક સમયમાં તેઓ નાશ પામે છે ) અને બીજા સમયે બીજા નવા ઉત્પન્ન થાય છે, તથા આત્માના ભાન અને સ્થિરતા વડે તેઓ અત્યંત મૂળમાંથી જ નાશ પામી જાય છે. કેવલજ્ઞાન થતાં વિકારીભાવો અત્યંત નાશ પામી જાય છે. માટે ક્રોધાદિ ભાવો આત્મા સાથે ઉત્પાદ-વ્યય સંબંધે છે પણ ધ્રુવસંબંધે નથી, એકરૂપ સંબંધ નથી.
દયા, દાન, ઇત્યાદિ શુભ પરિણામ કે પાંચ મહાવ્રતના શુભ પરિણામ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ એ બધા સંયોગીભાવ હોવાથી તેમનો આત્મા સાથે સંયોગસિદ્ધ સંબંધ છે. વળી તે બધા ભાવો નિમિત્તના સંગે ઉત્પન્ન થયેલા છે ને? તેથી પણ તે સંયોગી ભાવો છે.
જ્ઞાન અને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ છે, એકરૂપતાનો સંબંધ છે. જ્ઞાન અને આત્મા એક છે. તેથી જ્ઞાનમાં પોતાપણે પ્રવર્તતાં જ્ઞાની આત્માના માર્ગે પ્રવર્તે છે. ત્યાં આત્માનું જ જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને આત્માની રમણતા-સ્થિરતા થાય છે અને તે ધર્મની ક્રિયા છે.
પ્રશ્ન- જ્ઞાનની પર્યાય પણ બદલાય તો છે? તેનો પણ ઉત્પાદ-વ્યય તો થાય છે?
ઉત્તર:- જ્ઞાનની પર્યાય (કેવળજ્ઞાનની પણ) બદલાય તો છે. તેનો પણ ઉત્પાદ-વ્યય તો થાય છે. પરંતુ જેવો આત્માનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તે જ જાતનો તેમાં ઉત્પાદ-વ્યય થાય છે. બદલાય છે તોપણ જ્ઞાનની પર્યાય ચૈતન્યસ્વભાવમય જ રહે છે. માટે જ્ઞાનની નિર્મળ પર્યાયને આત્મા સાથે સ્વભાવસિદ્ધ સંબંધ છે, તાદાભ્યસંબંધ છે.
અહીં કહે છે કે આત્મા અને ક્રોધાદિ આગ્નવોને સંયોગસિદ્ધ સંબંધ છે છતાં પોતાના અજ્ઞાનભાવને લીધે જ્યાં સુધી તેમનો એટલે સ્વભાવ-અને વિભાવનો વિશેષ જાણતો નથી, ભેદ દેખતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની નિઃશંકપણે વિકારીભાવોમાં-આસ્રવોમાં પોતાપણે વર્તે છે. પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત આદિના શુભભાવ અને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ નથી પણ સંયોગસિદ્ધ સંબંધ છે. પંચાધ્યાયીમાં આ શુભાશુભ વિકારી ભાવોને “આગંતુક' કહ્યા છે. આગંતુક એટલે (એક સમય પૂરતા) નવા મહેમાન તરીકે આવેલા ભાવ કહ્યા છે. સંયોગીભાવ કહો કે આગંતુક કહો-એક જ અર્થ છે. હવે જ્યાં સુધી પોતાના અજ્ઞાનપણાને લીધે-કર્મને લીધે એમ નહિ પણ પોતાના અજ્ઞાનને લીધે, રાગાદિ વિભાવભાવો અને અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવ-એ બન્નેનો ભેદ અજ્ઞાની જાણતો નથી ત્યાં સુધી તે નિઃશંકપણે વિભાવમાં-વિકારમાં પોતાપણે વર્તે છે. અહાહા ! આત્માનો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય અમૃતસ્વરૂપ છે. પણ અજ્ઞાનીને એનો કદી અનુભવ નથી. તેથી જ્ઞાન તે હું એમ ન જાણતાં રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com