________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૬૯-૭૦ ]
[ ૧૩ અદ્દભુત વાતો કરી છે! આવો અધિકાર બીજે કયાંય છે જ નહિ. આ સમયસાર તો બેજોડબેનમૂન ગ્રંથ છે.
પ્રશ્ન:- રાગનો કર્તા આત્મા નથી તો રાગનો કર્તા કોણ છે? કોઈ ઈશ્વર છે કે પુગલ કર્મ?
ઉત્તર:- રાગનો કર્તા કોઈ ઇશ્વરેય નથી કે પરદ્રવ્ય પણ નથી. રાગ પોતાની પર્યાયમાં પોતાના કારણે થાય છે ત્યારે એમાં પુદ્ગલકર્મ નિમિત્ત છે, બસ.
અહીં કહે છે કે આત્માનો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય તે તરફ ઢળતાં જ્ઞાનની જે ક્રિયા થઈ એ નિર્મળ પરિણતિ છે. એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા છે અને તે સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. અહાહા ! દષ્ટિ અંતર્મુખ ઢળતા જ્ઞાનમાં એકાગ્રતાની જે ક્રિયા થઈ તે સ્વભાવભૂત છે. એટલે જેવો સ્વભાવ છે તે જાતની જ ક્રિયા થઈ છે. તેથી તે નિષેધી શકાતી નથી.
કેટલાક કહે છે કે “ક્રિયાનો લોપ કર્યો, ક્રિયાનો લોપ કર્યો તેને અહીં કહે છે કેભાઈ ! આ જ્ઞાનક્રિયાનો લોપ નથી, આ જ્ઞાનક્રિયા તો ધર્મીને હોય છે કેમકે તે સ્વભાવભૂત છે. આત્મા અને જ્ઞાનમાં વિશેષતા (તફાવત) નથી-એમ બન્નેમાં જુદાપણું નહિ દેખતો થકો ધર્મી નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાનક્રિયા જે થઈ તે સ્વભાવભૂત છે તેથી નિષેધી શકાતી નથી.
ગાથા ૧૭-૧૮ની ટીકામાં આવે છે કે-“સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે.” “આ અનુભૂતિ છે તે જ હું છું-અહાહા.....! જ્ઞાનમાં જે અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી ભગવાન જણાયો તે જ હું છું એમ જ્ઞાનક્રિયાની સાથે જ શ્રદ્ધાનનો ઉદય થાય છે અને ત્યારે દયા, દાન, વ્રત, આદિ સમસ્ત પરભાવોનો ભેદ થવાથી સ્વભાવમાં ઠરવાને તે સમર્થ થાય છે. આ પ્રમાણે સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે તે આત્માનું અનુષ્ઠાન-આત્માની રમણતાને પ્રાપ્ત થાય છે. આ આત્માની સિદ્ધિની રીત છે, આ જ મોક્ષમાર્ગ છે અને તે સ્વભાવભૂત છે.
વળી ત્યાં જ (ગાથા ૧૭-૧૮ની ટીકામાં) આગળ કહ્યું છે કે આબાળગોપાળ સૌને જ્ઞાનની પર્યાયમાં જાણનારો-જાણકસ્વભાવી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા સદા જણાય છે, કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે તેથી તે સ્વને જાણે છે. પરંતુ એના ( જ્ઞાયકસ્વભાવી આત્માના) ઉપર અજ્ઞાની જીવની દષ્ટિ નથી. તેથી હું રાગને અને પરને જ જાણું છું એમ અજ્ઞાની માને છે.
એકલું જ્ઞાનનું દળ એવો આત્મા જ સૌને સદાકાળ જણાય છે. છતાં રાગને વશ થયેલો અજ્ઞાની “આ અનુભૂતિ છે તે હું છું –એમ જ્ઞાયક પ્રતિ નજર કરતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com