________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જડનાં કામ આત્મા કરે એ માન્યતા મૂઢ મિથ્યાદષ્ટિની છે. જડનાં કાર્યો જડથી થાય, આત્માથી ત્રણકાળમાં નહિ–આ વસ્તુસ્થિતિ છે. વિશ્વમાં અનંત પદાર્થો અનંતપણે એકબીજાથી પૃથકપણે રહેલા છે તે એકબીજાનું કાર્ય કરે તો અનંતતા રહે નહિ, પૃથકતા રહે નહિ. અનંત આત્મા, અનંત પુગલો આદિ વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે સૌ પોતપોતાથી છે. દ્રવ્ય-ગુણ તો પોતાથી છે પણ તે તે દ્રવ્યોની પર્યાયો પણ પોતાથી છે. ત્યારે જ તે અનંતપણે રહે છે. આત્મા અજ્ઞાનપણે રાગને કરે અને જ્ઞાનપણે જાણવાની ક્રિયા કરે. શરીર, વાણી, પૈસા ઇત્યાદિ જડની ક્રિયા આત્મા કદીય ન કરે-ન કરી શકે. અહીં કહે છે કે જ્ઞાન અને આત્માને જુદાં નહિ દેખતો જ્ઞાની નિઃશંકપણે જ્ઞાનમાં વર્તે છે. જ્ઞાન અને આત્મા એક છે, માટે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે. જાણવું, જાણવું, જાણવું એવો જે જ્ઞાનસ્વભાવ અને આત્મા બન્ને એક અભેદ છે. તેથી રાગનું લક્ષ છોડી દઈ જે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે.
અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે. જ્ઞાન જ્ઞાનમાં-ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા નિષેધવામાં આવી નથી. પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા થઈ તે ધર્મ-ક્રિયા છે અને તે નિષેધી નથી. પરંતુ પરલક્ષે જે રાગની ક્રિયા થઈ તે નિષેધી છે.
ત્રણ પ્રકારની ક્રિયા : ૧. શરીર, મન, વાણી, ધનાદિ જે જડ પદ્રવ્ય છે તેની ક્રિયા તે જડની ક્રિયા. ૨. પર-દ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. ૩. સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા.
જડની ક્રિયા તો આત્મા ત્રણ કાળમાં કરતો નથી, કરી શક્તો નથી. અને જ્ઞાન તે આત્મા–એમ જ્ઞાનમાં પોતાપણે નિઃશંકપણે વર્તતો તે રાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાન તે આત્મા-એમ સ્વભાવસમ્મુખ થઈ સ્વાનુભવ કરતાં તે જ્ઞાનક્રિયા કરે છે. આમાં દ્રવ્ય-ગુણપર્યાય ત્રણે સિદ્ધ થઈ ગયાં. આ જાણવું, જાણવું, જાણવું-એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું જે સ્વભાવ તે ગુણ. ગુણ અને ગુણી બે એક અભિન્ન છે-એમ જે સ્વલક્ષે પરિણમન થયું તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાનક્રિયા તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે.
જ્ઞાન તે આત્મા–એમ સ્વ તરફ ઢળતાં જે સ્વાભપ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મજ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાત્મસ્થિરતા થઈ તે ચારિત્ર. આ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહો ! આ કર્તા-કર્મ અધિકારમાં આચાર્યોએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com