________________
૨૩૪ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૪
પ્રશ્ન:- શું આવી વાત સોનગઢના બજારમાં ચાલે ?
ઉત્તર:- બજારમાં ન ચાલે તેથી શું? આ તો ભગવાન આત્માના ઘરની વાત છે અને દેવાધિદેવ અરિહંત ભગવાનની કહેલી છે. તે અનુસાર અહીં સ્પષ્ટીકરણ થાય છે. અહીં તો સમય સમયમાં આત્મામાં અને પરમાણુમાં પોતપોતાની થવાવાળી પર્યાયનો પરદ્રવ્ય કર્તા નથી, નિમિત્ત કર્તા નથી એ વાત સિદ્ધ કરે છે. ‘હોતા સ્વયં જગતપરિણામ, જ્ઞાતાદષ્ટા આતમરામ ' એમ અહીં સિદ્ધ કરે છે. પરની ક્રિયા થાય તેનો આત્મા કર્તા નથી અને આત્મામાં જે ક્રિયા થાય તેનો ૫૨ નિમિત્ત કર્તા નથી. આવી વાત છે.
ઘડાની પર્યાય થાય તેમાં કુંભારના પરિણામ અનુકૂળ છે. પણ તે ઘડાના પરિણામ પોતાથી થયા છે. ઘડાની પર્યાય કુંભારના પરિણામથી થઈ છે એમ ત્રણકાળમાં સત્ય નથી. કહ્યું ને કે –કુંભાર ઘડો બનાવવાના અહંકારથી ભરેલો હોવા છતાં તેના વ્યાપારને અનુરૂપ માટીના ઘટ-પરિણામ જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કુંભાર કરે છે એમ પ્રતિભાસતું નથી. અહાહા...! કુંભાર ઘડો કરે છે એમ પ્રતિભાસતું નથી. નામું લખાય ત્યાં આ હોશિયાર પુરુષ સારા અક્ષરે નામું લખે છે એમ પ્રતિભાસતું નથી. ભાઈ! અક્ષરની પર્યાય અક્ષરથી પોતાથી થઈ છે, અંગુલિથી નહિ, કલમથી નહિ અને આત્માથી ય નહિ જ નહિ. ભગવાન! આવો વીતરાગનો અલૌકિક માર્ગ છે. કોઈની પર્યાયમાં કોઈ અન્યનો અધિકાર નથી.
બંધ અધિકારમાં ત્યાંસુધી વાત કરી છે કે કોઈ ઉપદેશ દેનાર એમ માને કે મારાથી બીજા મોક્ષ પામે તો એમ માનનાર તે મૂઢ છે. જીવના (મુક્તિના) વીતરાગ પરિણામનો જીવ પોતે કર્તા છે. તે પરિણામ પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે. તેને બીજાએ (ઉપદેશકે ) કર્યા છે એમ પ્રતિભાસતું નથી એમ અહીં કહે છે.
આગળ કહે છે– તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્દગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને –કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્દગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો.’
જીવ પોતાના રાગ પરિણામને કરે છે. એ રાગ પુદ્દગલકર્મના બંધનમાં નિમિત્ત છે. પણ તે પુદ્દગલકર્મના પરિણામને જીવ કરે છે એમ નથી. અહીં કહે છે કે જીવ પોતાના પોતાથી અભિન્ન એવા રાગ પરિણામને કરે છે એમ પ્રતિભાસો પણ કર્મબંધનની
Please inform us of any errors on rajesh@Atma Dharma.com