________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
| [ ૨૩૩ મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! સત્ય સમજવું હોય તેના માટે આ ન્યાયથી –લોજીકથી સિદ્ધ થતી વાત છે. વિષયવાસનાના ભાવ પણ જીવ કરે અને શરીરની અવસ્થા થાય તેને પણ જીવ કરે એમ માને છે પણ એમ છે નહિ. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં મિથ્યાદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે- જીવને કપાયભાવ થતાં શરીરની ચેષ્ટા પણ એ કષાયભાવ અનુસાર થઈ જાય છે જેમ ક્રોધાદિક થતાં રક્ત નેત્રાદિ થઈ જાય, હાસ્યાદિક થતાં પ્રફુલ્લિત વદનાદિક થઈ જાય, અને પુરુષવેદાદિ થતાં લિંગકાઠિયાદિ થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે કે એ બધાં કાર્ય હું કરું છું” આ પ્રમાણે નિશ્ચયથી પ્રિક્રિયાવાદી એમ માને છે કે આત્માના પરિણામ અને પુદ્ગલના પરિણામને સ્વયં આત્મા કરે છે. પણ એમ છે નહિ. માટે આવું માનનાર મિથ્યાદષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.
હવે કહે છે-“એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ) વ્યાપારપરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ-પરિણામને -કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો પ્રતિભાસતો નથી.'
કુંભાર ઘડાની ઉત્પત્તિને અનુકૂળ છે. તે પોતાની પોતાથી અભિન્ન એવી રાગાદિ ક્રિયા કરે, પણ ઘડાની ક્રિયાને તે કરી શકતો નથી. જુઓ, આ ભેદજ્ઞાનની વાત છે. ઘડો માટીએ કર્યો છે. માટીમાં ઘડો થવાનો કાળ હતો, ઘડાની ઉત્પત્તિની જન્મક્ષણ હતી તો ઘડો માટીમાંથી નીપજ્યો છે; કુંભારે તેમાં કાંઈ કર્યું નથી. સ્ત્રીઓ શીરો બનાવે, હલવો, બનાવે, સેવ બનાવેત્યાં લોકો એમ કહે છે કે બાઈ હોશિયાર હોય એને હળવા હાથે કરે તો સારું બને. અહીં કહે છે કે એ વાત તદ્દન જૂઠી છે. અરે ભાઈ! સેવ બની તે બાઈના હાથથી બની નથી, પાટિયાથી બની નથી અને પાટિયા નીચે જે ખાટલો હોય એનાથી પણ બની નથી. સેવા બનવાની જે ક્રિયા થઈ એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ–એ છે કે કારક પોતામાં પોતાનાં હોય છે અને એ વડે સેવ બની છે.
- આ ચોખા પાકે છે તે પાણીથી પાકે છે એમ નથી. પાણી પોતાની ઉષ્ણ પર્યાયને કરે અને ચોખાને પકવવાની ક્રિયા પણ કરે એમ બનતું નથી. ચોખામાં પાકવાનો કાળ હતો તો તે પોતાના કાળે પાકીને તૈયાર થયા છે. પાણીથી ચોખા પાકયા છે જ નહિ. અરે, પાણી તો ચોખાને અય્ય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com