________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૬ ]
[ ૨૩૫ પર્યાયને કે જે પુગલથી અભિન્ન છે તેને જીવ કરે છે એમ ન પ્રતિભાસો. આત્મા પુદ્ગલકર્મને બાંધે વા કર્મનો નાશ કરે એમ છે જ નહિ. જીવ પોતાના પરિણામમાં રાગનો નાશ કરીને વીતરાગતા પ્રગટ કરે તે વખતે કર્મનો નાશ થઈ જાય છે, પરંતુ કર્મનાશની તે ક્રિયા આત્માએ કરી એમ નથી.
* ગાથા ૮૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.” જીવ રાગની ક્રિયાને કરે છે, પણ પરની ક્રિયાને કરતો નથી. શરીર ચાલે ત્યાં અજ્ઞાની માને છે કે હું શરીરને ચલાવું છું. પરંતુ એ તેની વિપરીત માન્યતા છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં મિથ્યાદર્શનનું સ્વરૂપ કહ્યું છે. ત્યાં લખ્યું છે કે – જીવના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા-હીનતારૂપ અવસ્થાઓ થાય છે તથા પુદ્ગલ પરમાણુઓની વર્ણાદિ પલટાવારૂપ અવસ્થાઓ થાય છે–તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં
આ મારી અવસ્થા છે” એવી મમકારબુદ્ધિ કરે છે વળી જીવને અને શરીરને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેનાથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે. પોતાનો સ્વભાવ દર્શન-જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઈન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે-હાથ વગેરે સ્પર્શ વડે મેં પૂછ્યું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સૂછ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું!” ઈત્યાદિ અજ્ઞાનીની વિપરીત માન્યતા છે.
શરીરની ક્રિયા, ખાવાપીવાની ક્રિયા જે થાય તે જડની ક્રિયા જડથી થાય છે. આંખ આમ મટકું મારે તે બધી જડની ક્રિયા જડથી થાય છે. પરંતુ અજ્ઞાની માને છે કે તે ક્રિયા મારાથી થાય છે. તેની આ માન્યતા જૂઠ છે. જીભ, કાન આદિ ઈન્દ્રિયો જડ છે. જીભથી સ્વાદ ચાખ્યો અને કાનથી સાંભળ્યું એમ માને તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે, કેમકે ઈન્દ્રિયોથી તે જાણતો નથી, જ્ઞાનની પર્યાયથી જાણે છે. જાણવું છે તે જીવની જ્ઞાનપર્યાયથી છે. ઈન્દ્રિયો વડે હું જાણું છું એમ માને તે મિથ્યાત્વ છે. ઈન્દ્રિયો નિમિત્ત છે, પણ નિમિત્તનો અર્થ શું? પરમાં કાંઈ ન કરે એનું નામ નિમિત્ત છે. અહા ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે !
પ્રશ્ન:- આવું કોણ માને?
ઉત્તર:- માને, ન માને; પણ વસ્તુસ્થિતિ આ જ છે. જેને સમ્યક્રસ્વરૂપની જિજ્ઞાસા છે તે અવશ્ય માનશે. શરીરથી સ્ત્રીના શરીરને મેં સ્પર્શ કર્યો એમ માને પણ એ તો જડની ક્રિયા છે; જાણનાર તો ત્યાં આત્મા છે, જડ ઈન્દ્રિય નહિ. ભાઈ ! સમયે સમયે જીવને મિથ્યાત્વભાવ કેમ થાય છે એની આ વાત છે. સુગંધને જાણે છે ત્યાં માને છે કે નાસિકા વડ મેં સુંધ્યું. પણ આ શરીર અને ઈન્દ્રિયો તો જડ છે, માટી છે. શું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com