________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
| [ ૨૨૭ છે તે પ્રમાણે થશે એ વાત તો પછી, જગતમાં કેવળજ્ઞાનની સત્તાનો તને સ્વીકાર છે? પ્રભુ! એ સત્તાનો સ્વસમ્મુખ થઈને સ્વીકાર નથી ત્યાં સુધી કેવળીને જોયું તેમ ભાવ ઘટશે એ વાત જ રહેતી નથી. ભગવાન ત્રણકાળ ત્રણલોકને જાણે છે એ તો વ્યવહારનું કથન છે. ખરેખર તો તે પોતાની પર્યાયને જાણે છે જેમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે.
જે એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક પ્રતિભાસે, જેમાં અનંતા કેવળી જણાય તે પર્યાયનું સામર્થ્ય કેટલું? આવા અનંત અનંત સામર્થ્યયક્ત કેવળજ્ઞાનનો જેણે સ્વીકાર કર્યો તે પર્યાય અલ્પજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે પર છે. કેવળજ્ઞાનનો સ્વીકાર અલ્પજ્ઞ પર્યાય કે પર સર્વજ્ઞની સામું જોવાથી થતો નથી. તો તેની સત્તાનો સ્વીકાર કેવી રીતે થાય? કે જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય નિજ જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈ તેની દષ્ટિ થાય ત્યારે તેનો યથાર્થ સ્વીકાર થાય છે અને તે અનંતો પુરુષાર્થ છે. અહાહા...! કેવળજ્ઞાનની પર્યાય જેને પોતાના જ્ઞાનમાં બેઠી તેની દષ્ટિ સ્વભાવસમ્મુખ હોય છે. પ્રવચનસારની ગાથા ૮Oમાં કહ્યું છે કે જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તેને આત્માની સન્મુખ લક્ષ થઈને મોહનો ક્ષય થાય છે.
અહાહા..! જે પર્યાયમાં ત્રિકાળવર્તી અનંતા સિદ્ધો અને કેવળીઓ પ્રત્યક્ષ જણાય એ કેવળજ્ઞાનની પરમ અદ્દભુત તાકાત છે. એની શું વાત ! તેનો સ્વીકાર કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે અને તેમાં સ્વભાવસમ્મુખતાનો અનંત પુરુષાર્થ આવી જાય છે. ત્યાં એક સમયમાં પાંચેય સમવાય-સ્વભાવ, નિયત, કાળ, પુરુષાર્થ અને નિમિત્ત-એમ પાંચેય સમવાય હોય જ છે. કાર્યસિદ્ધિમાં પાંચેય સમવાય હોય છે.
ગજસુકુમાર ભગવાન પાસે વાણી સાંભળવા ગયેલા. હાથીના તાળવા જેવું એમનું કોમળ શરીર હતું. ભગવાનની વાણી સાંભળીને બોલ્યા “પ્રભુ! હું દીક્ષા અંગીકાર કરવા માગું છું.” દીક્ષા ધારણ કરીને દ્વારિકાના સ્મશાનમાં ધ્યાન કરવા લાગ્યા. ત્યાં જે કન્યા સાથે સગપણ થયેલું તેનો પિતા આવી ઉપસર્ગ કરવા લાગ્યો. માથા ઉપર માટીની પાળ કરી અંદર ધગધગતા અંગારા ભર્યા. મુનિરાજ સ્વરૂપના ધ્યાનમાં એટલા લીન થઈ ગયા કે ઉપસર્ગ ટળીને ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષ પધાર્યા. જુઓ પુરુષાર્થની ગતિ! ભગવાનની વાણીમાં પુરુષાર્થની વાત આવી છે. પુરુષાર્થહીનતાની વાત કરે તે ભગવાનનો માર્ગ નથી. અહીં પણ કહે છે કે એક દ્રવ્ય બે દ્રવ્યોની ક્રિયાને કરે એ માન્યતા ભગવાનનો માર્ગ નથી. એ તો સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે.
એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય ન કરે, કેમકે બે દ્રવ્ય વચ્ચે અત્યતાભાવ છે. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતોય નથી. શાસ્ત્રમાં આવે છે કે ચાર ગુણ ચિકાશવાળો પરમાણુ છ ગુણ ચિકાશવાળા સાથે ભળે તો તે બદલીને છ ગુણ ચિકાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com