________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
રર૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ પર્યાય થવાની હોય તે તે ક્ષણે થાય તે એની કાળલબ્ધિ છે એમ તેમાં કહ્યું છે. પ્રવચનસાર, શેય અધિકારની ગાથા ૧૦૨માં પ્રત્યેક દ્રવ્યની સમય સમયની પર્યાયની જન્મક્ષણની વાત કહી છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે થાય તે એની જન્મક્ષણ છે. ત્યાં ગાથા ૯૯માં પણ કહ્યું છે કે દરેક પર્યાય પોતાના સ્વઅવસરે થાય છે, આગળપાછળ નહિ. મોતીના હારનું દષ્ટાંત આપી ત્યાં સમજાવ્યું છે કે –જ્યાં જ્યાં જે જે મોતી છે ત્યાં ત્યાં પોતાના સ્થાનમાં છે, આગળપાછળ નથી. તેમ આત્મામાં અને જડમાં ક્રમસર જે જે પર્યાય જે સમયે થવાની હોય તેજ તે સમયે થાય છે. મોતી આગળપાછળ થતાં નથી તેમ દ્રવ્યની પ્રત્યેક પર્યાય આગળપાછળ થતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે.
યોગથી કંપનની ક્રિયા થાય અને પ્રકૃતિ-પ્રદેશ બંધ થાય એમ બે ક્રિયા એક દ્રવ્ય કરે એમ બનતું નથી. યોગથી પ્રકૃતિ-પ્રદેશ બંધ થાય છે અને કષાયથી સ્થિતિ-અનુભાગ બંધ થાય છે એ બધાં નિમિત્તનાં કથન છે. કર્મનું સંક્રમણ થાય તે તેની પોતાની યોગ્યતાથી થાય છે, આત્માથી થતું નથી. કેવળજ્ઞાન થાય ત્યારે ઘાતકર્મોની કર્મઅવસ્થા બદલી અકર્મરૂપ અવસ્થા થાય તે પોતાથી થાય છે, તે ક્રિયા આત્મા કરતો નથી.
અરે ! ભગવાન! અત્યારે તો આનાથી આ થાય અને આનાથી તે થાય એવી ગડબડ ઊભી થઈ છે. પણ ભાઈ ! એ માર્ગ નથી. સંતોએ તો સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. અહા ! કેવળજ્ઞાનની પર્યાય તે કાળે પોતાથી ઉત્પન્ન થવાની હતી તે પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. મોક્ષમાર્ગના કારણે મોક્ષની પર્યાય થઈ છે એમ પણ નથી. મોક્ષમાર્ગનો વ્યય થવાનો ક્રમ હતો અને તે જ સમયે મોક્ષપર્યાયનો પ્રગટ થવાનો ક્રમ હતો. ત્યાં મોક્ષપર્યાય સ્વતંત્રપણે થઈ છે. શાસ્ત્રમાં એમ આવે કે પૂર્વની પર્યાય પછીની પર્યાયનું ઉપાદાન છે, એનો અર્થ શું? પૂર્વપર્યાયનો વ્યય થઈને વર્તમાન પર્યાય પ્રગટ થઈ છે તે સ્વતંત્રપણે થઈ છે. જૈનતત્ત્વમીમાંસામાં બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્વની પર્યાયનો વ્યય થઈ પછીની પર્યાય પ્રગટી છે તે કાર્ય છે અને પૂર્વની પર્યાય તેનું કારણ છે-એ વ્યવહારનયનું કથન છે. બાકી તો જે દ્રવ્યની જે પર્યાય જે સમયે થવાની હોય તે પોતાના પકારકના પરિણમનથી થાય છે. તે પર્યાય દ્રવ્ય-ગુણથી થઈ નથી, પર નિમિત્તથી થઈ નથી અને પૂર્વપર્યાયના કારણે પણ થઈ નથી. આવો સ્વતંત્રતાનો માર્ગ છે!
જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે જ થાય એવો નિર્ણય કોને થાય? કે જે પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થાય તેને આવો યથાર્થ નિર્ણય થાય છે.
એક પ્રશ્ન થયેલો કે ભગવાને જોયું છે તે પ્રમાણે ભવ ઘટશે, આપણે શું કરી શકીએ ? અરે ભાઈ ! ભગવાને જોયું છે એમ થશે એવો નિર્ણય કોણે કર્યો? જે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની સત્તાનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરે તેને સ્વસમ્મુખતા થાય છે અને તેને ભવ હોતો નથી. ભગવાને તેના ભવ જોયા નથી. કેવળજ્ઞાનીએ જોયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com