________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૮૫ ]
[ ૨૨૫ ભાઈ ! પૂજા વખતે જે “સ્વાહા, સ્વાહા' ઇત્યાદિ બોલાય છે તે આત્માની ક્રિયા નથી. હાથ ઊંચોનીચો થાય તે આત્માનું કાર્ય નથી.
દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે વેદાંતની જેમ બધું એક નથી. પ્રવચનસારમાં ૧૭રમી ગાથાના અલિંગગ્રહણના ૧૫મા બોલમાં કહ્યું છે કે- “લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો-લોકવ્યાતિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” બધા મળીને એક આત્મા છે એવો પાખંડીઓનો પ્રસિદ્ધ મત છે. એ માન્યતા અજ્ઞાનીની છે. કોઈ કહે કે આ નિશ્ચયની વાત વેદાંત જેવી લાગે છે તો તેના અહીં નિષેધ કરે છે. આત્મા સર્વવ્યાપક છે એમ માનનારની વાત સાચી નથી. બધા આત્માઓ જાતિ અપેક્ષાએ સમાન છે. પણ બધા મળીને એક આત્મા નથી.
અહીં કહે છે કે જડની ક્રિયાને ચેતન કરતું નથી અને ચેતનની રાગદ્વેષની ક્રિયા કે જ્ઞાનની ક્રિયાને કર્મનો ઉદય કરતો નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયાનો કર્તા માને છે તે જૈન નથી, મિથ્યાદષ્ટિ છે. ઘાતકર્મોનો અરિહંત ભગવાને નાશ કર્યો અને જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનનો ઘાત કરે છે ઈત્યાદિ કથન નિમિત્તનાં વ્યવહારનયનાં છે. વસ્તુ સ્વરૂપ તેમ નથી. પદ્રવ્ય શું જ્ઞાનના ઘાતની ક્રિયા કરી શકે? આત્મા શું કર્મનો નાશ કરી શકે? ના, બીલકુલ નહિ.
પ્રવચનસાર ગાથા ૧૬ની ટીકામાં ઘાતકર્મના બે પ્રકાર કહ્યા છે-દ્રવ્યઘાતી અને ભાવશાતી. પોતાની પર્યાય તે ભાવઘાતી છે અને દ્રવ્યઘાતી તો નિમિત્ત છે. ભાવઘાતી (કર્મ) પર્યાયનો ઘાત કરે છે ત્યારે કર્મબંધન થાય છે. તે જડકર્મની અવસ્થા આત્મા કરતો નથી. કેવળજ્ઞાન થાય ત્યારે જીવ ઘાતકર્મોનો નાશ કરે છે એ વાત યથાર્થ નથી. જીવ કેવળજ્ઞાનની ક્રિયા કરે અને ઘાતકર્મોના નાશની પણ ક્રિયા કરે તો બે ક્રિયાનો કર્તા થઈ જાય. પણ એમ છે નહિ. ભાઈ આ અતિ ગંભીર અને સૂક્ષ્મ વાત છે.
બાપુ! હું શું કરી શકું અને શું ના કરી શકું એની પણ જેને ખબર નથી તેને આત્મઅનુભવ કેમ થાય? અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે બે ભિન્ન દ્રવ્યોની ક્રિયાનું કર્તા એક દ્રવ્યને માને તે ભગવાન જિનેન્દ્રદેવના મતથી બહાર છે; તેને સમ્યગ્દર્શન નથી. દુકાનના થડે બેસીને મનમાં અભિમાન કરે કે મેં વેપાર-ધંધાનો રાગ પણ કર્યો અને દુકાનના વેપારની બાહ્ય પ્રવૃત્તિ પણ કરી તો તે મિથ્યાદષ્ટિ છે.
ગૌતમ ગણધર પધાર્યા તો ભગવાનની દિવ્યધ્વનિ છૂટી એમ છે જ નહિ. ગૌતમ ભગવાનને ઈન્દ્ર પહેલાં ઉપસ્થિત કેમ ન કર્યા? ત્યાં કહ્યું કે કાળલબ્ધિ વિના ઈન્દ્ર તેમને લાવવા સમર્થ નથી. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ૨૨૦૦ વર્ષ પુરાણો ગ્રંથ છે. સમયસારથી પણ પહેલાંનો જૂનો ગ્રંથ છે. છયે દ્રવ્યો જે અનંત છે તે પ્રત્યેકની સમય સમયની જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com