________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૩-૨૪-૨૫ ]
(માલિની )
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् । पृथगथ विलसन्तं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।।
[ ૭૯
અવિરોધ છે અર્થાત્ તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગ-લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્દગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્દગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ-ચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ ‘આ મારું છે' એમ અનુભવ. (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)
ભાવાર્થ:- આ અજ્ઞાની જીવ પુદ્દગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞે દીઠું છે; માટે હું અજ્ઞાની! તું પદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [યિ] ‘ચિ' એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હૈ ભાઈ! તું [થમ્ અવિ] કોઈ પણ રીતે મહા કરે અથવા [ મૃત્પા] મરીને પણ [તત્ત્વૌજૂદની સન્] તત્ત્વોનો કૌતુહલી થઈ [મૂ: મુહૂર્તમ્ પાર્શ્વવર્તી ભવ] આ શીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ [ અનુભવ ] આત્માનો અનુભવ કર [અથ યેન] કે જેથી [સ્પં વિલસત્તું] પોતાના આત્માને વિલાસરૂપ, [પૃથક્] સર્વ પદ્રવ્યોથી જુદો [ સમાતોવય] દેખી [ મૂર્ત્ય સામ્] આ શરીરાદિક મૂર્તિક પુદ્દગલદ્રવ્ય સાથે [yત્વમોહમ્] એકપણાના મોહને [જ્ઞમિતિ ત્યનસિ] તું તુરત જ છોડશે.
ભાવાર્થ:- જો આ આત્મા બે ઘડી પુદ્દગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય ), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ૨૩.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com