________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* સમયસાર : ગાથા ૨૩-૨૪-૨૫ *
હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે: જુઓ, કેટલાક એમ કહે છે કે આ સમયસાર મુનિજનો માટે છે, પણ અહીં આચાર્ય ભગવાન કહે છે- “મથ *પ્રતિવુદ્ધ-વોધનીય વ્યવસાય: યિતે” અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. જેને સમ્યગ્દર્શન નથી અને જે રાગને, પુણ્યને પોતાના માને છે એવા મિથ્યાષ્ટિને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ એમ આચાર્યદવ કહે છે.
* ગાથા : ૨૩-૨૪-૨૫ : ટીકા ઉપરનું પ્રવચન *
એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક-પાષાણ જેવો છે.” જુઓ, સ્ફટિક-પાષાણની નજીકમાં કાળા, લાલ આદિ ફૂલ હોય તો જે એનું પ્રતિબિંબ સ્ફટિક પાષાણમાં પડે તે
સ્ફટિકની યોગ્યતાથી પડે છે, પણ એ લાલ, કાળા આદિ ફૂલને લઈને પડે છે એમ નથી. જો એ લાલ આદિ ફૂલને લઈને પડે તો લાકડું મૂકીએ તો એમાં પણ પડવું જોઈએ. (પણ એમ નથી.) એ (ફૂલ) તો નિમિત્ત છે અને નૈમિત્તિકમાં જે લાલ આદિ ફૂલનું પ્રતિબિંબ દેખાય છે એ તો સ્ફટિકની તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે. તેવી જ રીતે કર્મના ઉદયરૂપ રંગને લીધે આત્મામાં રાગ-દ્વેષરૂપ રંગ ઊઠે છે એમ નથી. એ (કર્મનો ઉદય) તો નિમિત્ત છે અને નૈમિત્તિક રાગ-દ્વેષ જે આત્મામાં ઊઠે છે તે તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે.
વળી જેમ કોઈ વાસણમાં સ્ફટિક મૂકયો હોય તો વાસણ જેવા રંગનું હોય તેવા જ રંગનો સ્ફટિક દેખાય છે. એ સ્ફટિકની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને કારણે છે નહિ કે વાસણના રંગને કારણે; તેમ એક સમયની પર્યાય-વિકારી હોય કે અવિકારીસ્વતંત્રપણે તે કાળે તે પ્રકારે ઉત્પન્ન થવાની યોગ્યતાથી થાય છે. પર્યાયનું વીર્ય પર્યાયને લઈને છે, ગુણના વીર્યને લઈને પર્યાયનું વીર્ય છે એમ પણ નથી. ચિવિલાસમાં આવે છે કે પર્યાયની સૂક્ષ્મતા પર્યાયને કારણે છે, દ્રવ્ય-ગુણના કારણે નહિ. ત્યાં પર્યાય એટલે માત્ર નિર્મળ પર્યાયની વાત નથી, પણ મલિન અને નિર્મળ પર્યાય સ્વતઃ પોતાના કારણે થાય છે એમ ત્યાં પર્યાયની સ્વતંત્રતા બતાવી છે.
સ્ફટિક અને ફૂલના સંયોગનું દષ્ટાંત હવે જીવ અને કર્મમાં ઉતારે છે. જે જ્ઞાનાનંદ ઉપયોગસ્વરૂપ સ્વભાવભાવે છે તેને જીવ કહીએ. પરંતુ અનાદિથી અનેક પ્રકારના એટલે આઠ પ્રકારના કર્મના બંધનની ઉપાધિની અતિ નિકટપણાને લઈને વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે ચૈતન્યના ઉપયોગરૂપ જ્ઞાન, આનંદ આદિ સ્વભાવભાવો તિરોભૂત થઈ ( ઢંકાઈ ) ગયા છે. પોતે સંયોગ-નિમિત્તને (કર્મોદયને) વશ થતાં શુભાશુભ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com