________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
વિકલ્પથી હઠી નિર્વિકલ્પ આનંદની પરિણતિને અમે સેવીએ છીએ. આ અનુભૂતિનિર્વિકલ્પ આનંદની અનુભૂતિ એ ધર્મ છે, સાક્ષાત્ ધર્મ છે. પણ દયા, દાન, પૂજા આદિ પરંપરા (ધર્મ) છે એમ નથી. પરંપરા ધર્મ કહ્યો છે ને? કહ્યો છે, પણ એ કોને લાગુ પડે? જેને રાગમાં ધર્મ છે એવી માન્યતા ટળી ગઈ છે અને આત્માનો આનંદ છે એ ધર્મ છે એવી દૃષ્ટિ થઈ છે એને શુભભાવ પરંપરા ધર્મ છે એમ લાગુ પડે છે; કેમ કે એણે અશુભ ટાળ્યું છે અને આત્માની દષ્ટિ વડે એ શુભ ટાળશે. પણ હજી જે શુભભાવમાં ધર્મ માને એને તો પરંપરા લાગુ પડતી નથી, કેમ કે એ તો મિથ્યાદષ્ટિ છે. માર્ગ જુદા છે, બાપા! બહારના બધા ડહાપણમાં ગુંચાઈને મરી જાય પણ અરેરે ! બિચારાને આ અંતરના ડહાપણની ખબર નથી. આચાર્યદેવે એ જ કહ્યું છે કે અમે નિરંતર આત્મજ્યોતિનો અનુભવ કરીએ છીએ કેમ કે એ અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી.
હવે કહે છે કે– આમ કહેવાથી એવો પણ આશય જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. સમ્યગ્દષ્ટિને અતીંદ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો છે અને પ્રતીતિ થઈ છે. તને કહે છે કેબાપુ! તારે સાધ્ય જે સિદ્ધદશા તેની પ્રાપ્તિ કરવી હોય તો અનુભૂતિથી થશે. ધવલમાં આવે છે કે “નિરપેક્ષનયા: મિથ્યા: ” એક નય, બીજાની અપેક્ષા વિના મિથ્યા છે. એનો અર્થ એ કે રાગાદિભાવ જે છે એ વ્યવહારનય છે. એને એ જાણે છે અને એની ઉપેક્ષા કરીને સ્વની અપેક્ષામાં આવી જાય છે. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એવું નથી. બનારસીદાસ તો કહે છે કે “ સદ્દગુરુ કહે સહજકા ધંધા, વાદવિવાદ કરે સો અંધા ” આ તો સહજનો ધંધો છે. વસ્તુ સહજાનંદ સહજ સ્વભાવ છે. આત્મસિદ્ધિમાં આવે છે કેઃ
“ પાંચે ઉત્ત૨થી થઈ, આત્મા વિષે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ”
આત્મા સહજ પ્રતીતિરૂપ સ્વભાવિક વસ્તુ અંદર છે. તેનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સહજપણે થાય છે–એમાં હઠ ન હોય. આવું સહજપણું જે સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા-જ્ઞાનમાં આવ્યું છે તેણે આવો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના સાધ્યની સિદ્ધિ અનુભવથી થાય છે-કહ્યું છે ને કેઃ-(સમયસાર નાટકમાં ).
แ
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મા૨ગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ આ ભાવાર્થ થયો.
,,
* ગાથા ૧૭-૧૮ : ટીકા ( આગળનો અંશ ) ઉપરનું પ્રવચન * “ હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com