________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૭-૧૮]
[ ૪૧
છોડી અંદરમાં ત્રણલોકનો નાથ આનંદકંદ ભગવાન વિરાજમાન છે તેનું લક્ષ કરતો નથી તેને આ કેમ બેસે? જેને એક બે બીડી પીએ તો ચેન પડે અને તો પાયખાને દસ્ત ઉતરે આવી તો રાંકાઈ છે તેને આ કેમ બેસે ? જેમ હરણની નાભિમાં કસ્તૂરી છે એની હરણને ખબર નથી; એને એમ લાગે કે આવી ગંધ બહારથી આવે છે એટલે બહારમાં રખડે છે. તેમ આ પરમાત્મા અંદર અતીન્દ્રિય આનંદનો રસકંદ પડ્યો છે એની એને ખબર નથી એટલે બિચારો બહારમાં આનંદ-સુખ માટે ફાંફા મારે છે.
અહાહા ! જેને અતીન્દ્રિય આનંદની એક ક્ષણમાં-સમ્યગ્દર્શનાદિ અનુભૂતિના સ્વાદમાં ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીના ભોગ સડેલાં કૂતરાં જેવાં (તુચ્છ, ફીકા) લાગે તેને ધર્મી કહીએ. આખો દિવસ રાગનાં ચૂંથણાં કર્યા કરે અને એમાં મજા-માણે એ તો મૂઢ છે. તેને ધર્મ કયાં છે? કદાચ પાપના પરિણામ છોડીને જરા પુણ્યભાવમાં આવે એટલે તો જાણે અમે કાંઈક છીએ એમ માનવા લાગે. લાખ બે લાખનું દાન કરે અને પત્થરની તક્તીમાં નામ મઢાવે કે ફલાણાની સ્મૃતિમાં ફલાણાએ દાન કર્યું, ઇત્યાદિ. ભાઈ ! આમાં તો દયા, દાનના પરિણામના પણ કયાં ઠેકાણાં છે? કદાચિત્ રાગની મંદતાથી દાન કરે તો પણ એ પુણ્યભાવ છે, ધર્મ નથી. એ પરિણામ દુઃખ છે, દુઃખરૂપ છે. અને આ પૈસાને સાચવવા અને બાયડી-છોકરાં-પરિવારને પોષવા ઇત્યાદિ તો એકલા પાપના પરિણામ છે, તીવ્ર દુઃખરૂપ છે. આ તો વીતરાગનો માર્ગ, ભાઈ ! અત્યારે તો બધા અધર્મના ઢસરડા કરીને એમ માને કે અમે ધર્મ કરીએ છીએ. પણ જન્મમરણરહિત ભગવાન આત્માના ભાન વિના માથે જન્મ-મરણની ડાંગ ઊભી છે, ભાઈ ! મોટા રાજા હોય તે મરીને નરકે જાય અને મોટા કરોડપતિ કે અબજોપતિ શેઠિયા હોય તે મરીને તિર્યંચમાં અવતરે-કૂતરીની કૂખે ગલુડિયાં થાય કે બકરીને પેટે લાવરાં થાય. માયા, કપટ આદિ ક્રિયાઓના ફળ એવાં જ હોય, બીજું કાંઈ ન હોય.
અહાહા ! વીતરાગદેવ પરમેશ્વર આમ કહે છે, નાથ! કે દ્રવ્યદૃષ્ટિથી એટલે વસ્તુની દષ્ટિથી જોઈએ તો તેનું એકપણું કદીય છૂટયું નથી. અને તે એક જ્ઞાયક ભગવાન આત્માને-પોતાને એકપણે અનુભવીને દૃષ્ટિ જ્ઞાન અને રમણતા કરે તેને પર્યાયદષ્ટિએ ત્રણપણું પ્રાપ્ત છે એમ જાણવામાં આવે છે. બસ આટલી એની (સત્તાની) મર્યાદા છે. બાકી એ (એની સત્તા) નથી. દયા, દાન આદિ પરિણામમાં, શરીર, મન કે વાણીમાં કે કુટુંબાદિ પરમાં એની સત્તાનો અંશ પણ નથી.
હવે કહે છે કે દ્રવ્યદૃષ્ટિથી જોતાં જે કદીય એકપણાથી રહિત થઈ નથી તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. અહાહા ! અવિનાશી જ્ઞાનસ્વરૂપ એ આત્મજ્યોતિ નિર્મળ પ્રકાશ વડે પર્યાયમાં પ્રગટ થઈ રહી છે. અમે નિરંતર એનો અનુભવ કરીએ છીએ એટલે પુણ્ય-પાપના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com