________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૨ ]
[ ૨૫
(માતિની) कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिहूं न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २० ।।
જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે” અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું-અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી).
(તે વાત વિશેષ સમજાવે છે:-) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે.
પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશ પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.
ભાવાર્થ- સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કે પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય.-એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે ? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com