________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
છે, અનેક સ્વભાવરૂપ થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. દર્શનનો પ્રતીતિ-સ્વભાવ, જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ અને ચારિત્રનો શાંતિ અને વીતરાગતારૂપ સ્વભાવ છે. અહાહા! ભગવાન એકરૂપ જ્ઞાયકસ્વભાવી આત્માની સેવા કરવાથી અનેકરૂપ સ્વભાવપર્યાય ઉત્પન્ન થાય છે. આ અનેકરૂપ સ્વભાવપર્યાયની સેવા કરવી એ તો વ્યવહારથી ઉપદેશ આપ્યો છે. તેથી દષ્ટિમાં સેવવા યોગ્ય એક આત્મા જ છે એમ સિદ્ધ થાય છે. આ સોળમી ગાથા જાણે સોળવલું સોનું!
૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન છે. ૧૫ મી ગાથામાં જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું કે જ્ઞાનની અનુભૂતિ તે આત્માનુભૂતિ જ છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન એ આત્માનું, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અને એમાં સ્થિરતા કરવી એ ચારિત્ર પણ આત્માનું. પણ એ ત્રણ પર્યાય થઈ, ભેદ થયો, ત્રણ પ્રકારનો સ્વભાવ થયો, જ્યારે ભગવાન આત્મા તો એકરૂપ જ્ઞાયકસ્વભાવી છે.
પ્રશ્ન:-તત્ત્વાર્થસૂત્રમાં એમ આવે છે કે-સભ્યતનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગ: નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.
ઉત્તર-એ નિશ્ચય છે, પણ એ પર્યાયનો નિશ્ચય છે. એ પર્યાયથી કથન છે તેથી વ્યવહારનયનું કથન છે. વસ્તુ એકરૂપ જ્ઞાયકભાવ એ નિશ્ચય છે. સમ્યગ્દર્શન છે તો નિશ્ચય પણ ભેદ પાડીને કથન કરવું એ વ્યવહાર છે, પ્રવચનસાર ગાથા ૨૪ર માં આવે છે કે- ભેદથી કથન કરવું એ વ્યવહાર છે અને અભેદથી નિશ્ચય. (ગાથા ૨૪૨ ટીકા, બીજો પેરેગ્રાફ) “તે (સંયતત્ત્વરૂપ અથવા શ્રમણ્યરૂપ મોક્ષમાર્ગ) ભેદીત્મક હોવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે” એમ પર્યાય પ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે.” ગાથા ૨૪૨ પછીના શ્લોક ૧૬ માં આવે છે કે “એ પ્રમાણે પ્રતિપાદકના આશયને વશ, એક હોવા છતાં પણ અનેક થતો હોવાથી (અર્થાત્ અભેદ પ્રધાન નિશ્ચયનયથી એક એકાગ્રતારૂપ હોવા છતાં પણ કહેનારના અભિપ્રાય અનુસાર ભેદપ્રધાન વ્યવહારનયથી અનેકપણે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપપણે થતો હોવાથી) એક્તાને (એક લક્ષણપણાને) તેમ જ ત્રિલક્ષણપણાને પામેલો જે અપવર્ગનો માર્ગ....” જુઓ એકને પામેલો એ નિશ્ચય છે, ત્રણરૂપ પર્યાયને પામેલો તે વ્યવહાર છે. બન્નેને એકસાથે જાણવો એ પ્રમાણ છે.
અહો ! કુંદકુંદાચાર્યના શાસ્ત્રોમાં તો ઘણું ગૂઢ અને ગંભીર સત્યનું કથન આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે શ્વેતાંબરની મોળાશ-ઢીલપને લઈને રસ ઢીલો પડી જાય છે
જ્યારે દિગંબરનાં તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે. આ તો શ્રીમદ્ મીઠાશથી કહ્યું છે. પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં સાફ સાફ ખુલાસો કર્યો છે કે શ્વેતાંબર અને સ્થાનકવાસી એ અજૈન છે, જૈન નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com