________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬ ]
[ ૧૧
હોવાથી (તેઓ) આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.” મૂળ પાઠમાં (ગાથામાં) દર્શન, જ્ઞાન, ચારિત્ર લીધું છે, અહીં ટીકામાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ એમ લીધું છે કેમ કે જાણવામાં આવે ત્યારે પ્રતીતિ થાય છે. ગાથા ૧૭-૧૮માં આવે છે કે (આત્મા) વસ્તુ જ્ઞાનપર્યાયમાં પૂર્ણ, અખંડ જાણવામાં આવે તો જાણીને તેની યથાર્થ પ્રતીતિ કરે. વસ્તુ ખ્યાલમાં આવ્યા વિના પ્રતીતિ કોની ? વાહ! દિગમ્બર સંતોની કથની પણ કેવી રહસ્યમય! લોકો તો બહારમાં આમ કર્યું અને તેમ કર્યું, નગ્ન થઈ ગયા અને લુગડાં ફેરવ્યો એટલે માને કે થઈ ગયો મોક્ષમાર્ગ. પણ અહીં તો કહે છે કે-તેથી સ્વયં સિદ્ધ થાય છે કે એક આત્માનું જ સેવન કરવાથી ત્રણે પર્યાયરૂપ ભાવો પ્રગટ થાય છે. તેથી એક આત્મા જ સેવવા યોગ્ય છે. પહેલાં ત્રણેને વ્યવહારથી સેવવા યોગ્ય કહ્યા હતા–તે સમજાવવા માટે કહ્યા હતા. હવે કહે છે નિશ્ચયથી એક આત્મા જ સેવવા યોગ્ય છે, ત્રણ નહિ.
- છઠ્ઠી ગાથામાં પણ આવે છે કે પર તરફનું લક્ષ છોડી એક નિજ ત્રિકાળી જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરવી. જુઓ ટીકાના પહેલા ફકરાની છેલ્લી બે લીટીતેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે.” અહીં અન્ય દ્રવ્યના ભાવો એટલે દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મના ઉદયાદિનું લક્ષ છોડી વર્તમાન પર્યાય એક ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરી તેમાં ઝૂકે તે ઉપાસના-સેવા છે. એ પર્યાયમાં શુદ્ધનો અનુભવ થાય છે કે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. એમ ને એમ જ શુદ્ધ છે, શુદ્ધ છે એવી વાત અહીં નથી. અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન એમ પાઠ છે ને? એટલે જ્યારે અન્ય દ્રવ્યોના ભાવોથી લક્ષ છૂટી જાય છે ત્યારે પોતાનામાં જે વિકારીભાવ હતા તેનું પણ લક્ષ છૂટી જાય છે. અહાહા! શું ટીકા છે? સમયસાર તો ભૂપ છે, ભૂપ; સર્વ આગમનો સાર.
ભગવાન આત્મા એ જ્ઞાયકરૂપ ચૈતન્યભાવ છે, અને શુભાશુભભાવ અચેતન છે. દયા, દાન, મહાવ્રતાદિભાવ અચેતન છે, એમાં ચૈતન્યના તેજનો અંશ નથી. જે જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. (જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી) જ્ઞાયક જ્ઞાયકરૂપે જ હંમેશાં રહે છે. જ્યારે જ્ઞાયકભાવ શુભાશુભભાવરૂપે કદીય થતો જ નથી તો પછી તે પ્રમત્ત કે અપ્રમત્ત કેવી રીતે થાય? ન જ થાય. તેથી તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી, એ અહીં કહ્યું કે ત્રિકાળી એક આત્મા જ સેવવા યોગ્ય છે. આ સમ્યક એકાન્ત છે. એક આત્મા સેવવા યોગ્ય છે અને બીજું કાંઈ (પર્યાય) સેવવા યોગ્ય નથી એ રીતે અનેકાન્ત છે, તે ભગવાનનો માર્ગ છે. પણ કથંચિત્ આત્માનું સેવન કરવું અને કથંચિત્ પર્યાયનું સેવન કરવું એમ કહ્યું નથી. તે અનેકાન્ત નથી પણ ફૂદડીવાદ છે.
જ્ઞાયકભાવ તો એકરૂપ છે. તે એકનું સેવન કરવાથી પર્યાય ત્રણ થઈ જાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com