________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૨
દયા પાળવી, વ્રત કરવા અને દેશની સેવા કરવી એમાં લોકો ધર્મ માની બેઠા છે. પણ બાપુ! એમાં ધૂળેય ધર્મ થતો નથી. આત્માની તે કદી સેવા કરી નથી તેથી તને ધર્મ થયો નથી.
ભૂલ કેમ છે અને તે કેમ ટળે? અનાદિથી જીવ પુણ્ય-પાપના ભાવને પોતાથી એકપણે માનીને સૂતો છે અને પોતે પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. કર્મોએ તેને અજ્ઞાની કરાવ્યો છે એમ નથી. આવા અજ્ઞાનીને શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવે છે કે ભાઈ ! તું તો વીતરાગ-વિજ્ઞાનનો ઘન છે. તારી ચીજમાં તો એકલાં જ્ઞાન અને આનંદ ભર્યા છે. રાગ જ્યાં તારી ચીજ નથી, તો પછી શરીર, બાયડી, છોકરાં ઇત્યાદિ તારાં કયાંથી હોય? તેથી પર જડની તો અહીં વાત જ લીધી નથી. અહીં તો રાગથી ભિન્નતા બતાવનારી ઉથલ-પાથલની વાત છે. કહે છે કે પુણ્ય-પાપના પરિણામને તું પોતાના માને છે તે માન્યતાને ઉથલાવી નાખ. ભાઈ ! આ કાંઈ ભાષા બોલવાથી થઈ જાય એમ નથી. નિજ ચૈતન્યસ્વભાવથી એકપણું કરી અંતર પરિણમન કરવું જોઈએ.
ભગવાન! તું આનંદનો નાથ પ્રભુ રાગમાં એકપણું માની સૂતો છે તે તને શોભે છે? તું તો જાણનાર-દેખનાર સ્વરૂપ છે. પુણ્ય-પાપના વિકલ્પો એ તારા નથી. તું એમાં નથી. માટે તું શીધ્ર જાગ. શ્રીગુરુ કહે છે કે-જાગ રે જાગ, ભાઈ! હવે તું રાગમાં બહુ સૂતો છે, અનાદિથી તું રાગની સોડ તાણી સૂતો છે. હવે શીધ્ર જાગ. હળવે-હુળવે એમ નહિ, પણ શીધ્ર જાગ. સાવધાન થા. આ તારો આત્મા એક જ્ઞાનમાત્ર જ છે. જાણવુંજાણવું-જાણવું એવા જાણકસ્વભાવના તત્ત્વનું તું સત્ત્વ છે, જ્ઞાનમાત્ર કહેતાં રાગ નહિ પણ તેમાં અનંત આનંદ, શાન્તિ, પ્રભુતા, સ્વચ્છતા ઇત્યાદિ અનંત શક્તિ આવી જાય છે. આમ શ્રીગુરુ પરભાવથી ભેદજ્ઞાન કરાવી (અજ્ઞાનીને) એક આત્મભાવરૂપ કરે છે.
અહાહા! આમાં તો શ્રીગુરુ-જૈનના ગુરુ-દિગંબર સંત-નિગ્રંથ ગુરુ કેવો ઉપદેશ આપે છે એ પણ આવી જાય છે. આનો અર્થ એમ થાય છે કે જૈનના ગુરુ એને કહેવાય કે જે એમ ઉપદેશ આપે કે રાગથી આત્મા ભિન્ન છે, રાગથી આત્માને કિંચિત્ પણ લાભ કે ધર્મ થાય નહીં. પરંતુ જે રાગથી ધર્મ થવાનું કહે તે સાચા જેનગુરુ નથી પણ અજ્ઞાની કુગુરુ છે. દિગંબર નિગ્રંથ ગુરુ તો અજ્ઞાનીને રાગાદિ પરભાવથી વિવેક કરાવે છે કેભગવાન! પુણ્ય-પાપના જે ભાવ ઉત્પન્ન થાય તે આત્માની ચીજ નહિ, એ તો આત્માનો ઘાત કરનારી ચીજ છે. ભગવાને સાત તત્ત્વ કહ્યાં છે કે નહિ? તો તેમાં દયા, દાન, વ્રત, ભક્તિ, ઇત્યાદિ ભાવ પુણ્યતત્ત્વ છે, અને હિંસા, ચોરી આદિના ભાવ તે પાપતત્ત્વ છે. તથા તે બન્નેથી ભિન્ન એકરૂપ જ્ઞાયકભાવ છે તે જીવતત્ત્વ છે. અહાહા ! શરીર, વાણી, ઇત્યાદિ અજીવ તત્ત્વ છે એ તો કયાંય દૂર રહ્યા, પરંતુ અહીં તો જે રાગ થાય છે તે કૃત્રિમ, ક્ષણિક, ઉપાધિમય મલિનભાવથી તારી જ્ઞાયક ચીજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com