________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૫ ]
[ ૧૭૯
ભિન્ન છે એમ શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવી જીવને એક આત્મભાવરૂપ કરે છે. અહો! જ્ઞાનીઓનો ઉપદેશ પરભાવથી ભેદ કરાવી જીવને આત્મભાવરૂપ કરે છે!
અરેરે ! એણે અનંતકાળથી આમ ને આમ પોતાની મૂળ ચીજને સમજ્યા વિના બધું ગુમાવ્યું છે. છઠ્ઠઢાળામાં આવે છે ને કે:
“મુનિવ્રત ધા૨ે અનન્તવા૨ ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાૌ.”
અનંતવાર વ્રત, તપ, ભક્તિ, પૂજા કરીને મરી ગયો, પરંતુ આત્માનું જ્ઞાન કર્યું નહિ તેથી કિંચિત્ સુખની પ્રાપ્તિ ન થઈ. રાગનું જ્ઞાન ન કર્યું એમ નહિ પણ (રાગથી ભિન્ન ) આત્માનું જ્ઞાન-ચૈતન્યનું જ્ઞાન ન કર્યું તેથી સુખી ન થયો અને ચારગતિમાં રખડયો. અહાહા ! દિગંબર મુનિ થયો, ૨૮ મૂળગુણ પાળ્યા, મહાવ્રતાદિ પાળ્યાં; પણ એમાં કયાં ધર્મ હતો ? એ તો રાગ, વિકલ્પ અને આસ્રવભાવ હતો. દુ:ખ અને આકુળતા હતાં. એનાથી ભિન્ન આત્માના જ્ઞાન વિના સુખ કયાંથી થાય?
તેને હવે શ્રી ગુરુ કહે છે કે-ભાઈ! શીઘ્ર જાગ, ઊઠ. અનંતકાળથી પુણ્ય-પાપને પોતાનાં માની મિથ્યાત્વમાં સૂઈ રહ્યો છે તો હવે જલદી જાગ. આ ટાણાં આવ્યાં છે, માટે સાવધાન થા-સાવધાન થા. રાગ તારી ચીજ નથી તેથી રાગમાં સાવધાની છે તે છોડીને હવે સ્વરૂપમાં સાવધાન થા. જે વ્યવહારમાં સાવધાન છે તે નિશ્ચયમાં ઊંઘે છે અને જે નિશ્ચયમાં સાવધાન છે તે વ્યવહારમાં ઊંઘે છે.
આ તારો આત્મા વાસ્તવમાં એક જ છે. અર્થાત્ તે જ્ઞાનસ્વરૂપે પણ છે અને રાગ-સ્વરૂપે પણ છે એમ નથી. તું તો ભગવાન! એક જ્ઞાનસ્વરૂપે જ છે. રાગ તો અન્યદ્રવ્યનો-પુદ્દગલનો ભાવ છે. રાગમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો અભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવો ચૈતન્યના પ્રકાશથી રહિત અંધકારમય છે. ચૈતન્યપ્રકાશબિંબ પ્રભુ તું એક જ્ઞાયકભાવમાત્ર છે અને રાગથી માંડીને સઘળા અન્યદ્રવ્યના ભાવો-૫૨દ્રવ્યના ભાવો પરભાવો છે. માટે તું શીઘ્ર જાગ્રત થઈ સ્વરૂપમાં સાવધાન થા. શ્રીગુરુનો આવો ઉપદેશ છે. આકરું તો લાગે પણ આ જ ૫રમાર્થ વાત છે. આ સિવાય અન્યથા કોઈ ઉપદેશ કરે કે-વ્યવહારથી ધર્મ થાય કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય તો તે જૈન ગુરુ નથી પણ મિથ્યાદષ્ટિ-અજ્ઞાની છે.
અજ્ઞાની એકવાર કે બે વારમાં સમજતો નથી. એટલે શ્રીગુરુ તેને વારંવાર સમજાવે છે કે-‘રાગ અને આત્મા ભિન્ન ભિન્ન છે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય, રાગ કરતાં કરતાં વીતરાગતા ન થાય, ઇત્યાદિ.' આમ વારંવાર સાંભળે છે તેને વારંવાર કહે છે એમ કહેવાય છે. વારંવાર સાંભળવાની યોગ્યતા હતી તેથી વારંવાર સાંભળવાથી
શિષ્યને જિજ્ઞાસા થઈ કે-અહો! આ શું કહે છે? તેને શ્રીગુરુ આગમનું વાકય કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com