________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
*
જીવ-અજીવ અધિકાર
*
ગાથા-૧૬
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं। ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो।।१६ ।।
दर्शनज्ञानचरित्राणि सेवितव्यानि साधुना नित्यम्। तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानं चैव निश्चयतः।। १६ ।।
હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે :
દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદષ્ટિમાં. ૧૬,
ગાથાર્થ - [સાધુના] સાધુ પુરુષે [વર્ગનજ્ઞાનવરિત્રાળિ] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [ નિત્યમ] સદા [ સેવિતવ્યનિ] સેવવાયોગ્ય છે; [ પુનઃ] વળી [ તાનિ ત્રીજી
પિ] તે ત્રણેને [ નિયત:] નિશ્ચયનયથી [ માત્માનું જ ઈવ] એક આત્મા જ [નાનાદિ] જાણો.
ટીકા:- આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવાયોગ્ય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી –આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે-અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા જ છે-અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.
ભાવાર્થ:- દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જાદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનું સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com