________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૨]
[૩
જ્ઞાન અને એમાં સ્થિરતારૂપ વીતરાગી ચારિત્ર એ સાધકભાવે આત્મા પોતે પરિણમે છે અને એ ત્રણેની પૂર્ણતારૂપ જે સાધ્યભાવ તે-રૂપે પણ પોતે જ પરિણમે છે. આ રીતે બે પ્રકારે પણ એક જ આત્મા સદા સેવવા યોગ્ય છે, બીજું નહીં. સાધકભાવ અને સાધ્યભાવ એ બન્નેમાં એકલો આત્મા જ જ્ઞાનરૂપે પરિણમે છે. વચમાં જે વ્યવહારરત્નત્રય આવે છે એનું સેવન કરવું અથવા વ્યવહારરત્નત્રય સહાય કરે છે એમ નથી.
* કળશ ૧૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે, પરંતુ એનું પૂર્ણરૂપ તે સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ તે સાધકભાવ છે. શું કહ્યું? શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા સાધકભાવમાં અને સાધ્યભાવમાં પોતે જ પરિણમે છે. સાધ્ય-સાધકભાવના ભાવભેદે બે પ્રકારે એકનું સેવન કરવું. આગળ ગાથામાં પછી કહેશે કે દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયથી અમે સમજાવીએ છીએ, પરંતુ સેવન એકનું જ (આત્માનું) કરવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com