________________
[ ૪૫
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર एकनयायत्तोपदेशो ग्राह्यः, किन्तु तदुभयनयायत्तोपदेशः। सत्ताग्राहकशुद्धद्रव्यार्थिकनयबलेन पूर्वोक्तव्यञ्जनपर्यायेभ्यः सकाशान्मुक्तामुक्तसमस्तजीवराशयः सर्वथा व्यतिरिक्ता एव। कुतः ? “सबे सुद्धा हु सुद्धणया" इति वचनात् । विभावव्यंजनपर्यायार्थिकनयबलेन ते सर्वे जीवास्संयुक्ता भवन्ति। किंच सिद्धानामर्थपर्यायैः सह परिणतिः, न पुनयंजनपर्यायैः सह परिणतिरिति। कुतः? सदा निरंजनत्वात्। सिद्धानां सदा निरंजनत्वे सति तर्हि द्रव्यार्थिकपर्यायार्थिकनयाभ्याम् द्वाभ्याम् संयुक्ताः सर्वे जीवा इति सूत्रार्थो व्यर्थः। निगमो विकल्पः, तत्र भवो नैगमः। स च नैगमनयस्तावत् त्रिविधः, भूतनैगमः वर्तमाननैगमः भाविनैगमश्चेति। अत्र भूतनैगमनयापेक्षया भगवतां सिद्धानामपि व्यंजनपर्यायत्वमशुद्धत्वं च संभवति। पूर्वकाले ते भगवन्तः संसारिण इति व्यवहारात् । किं बहुना, सर्वे जीवा
કે પ્રયોજન છે તે પર્યાયાર્થિક છે. એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી પણ તે બન્ને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. સત્તાગ્રાહક (-દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા) શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી મુક્ત તેમ જ અમુક્ત (-સિદ્ધ તેમ જ સંસારી) સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ? સર્વે સુદ્ધા દુ સુદ્ધાયા (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો (પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી) સંયુક્ત છે. વિશેષ એટલું કે–સિદ્ધ જીવોને અર્થપર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. (પ્રશ્ન :-) જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક બન્ને નયોથી સંયુક્ત છે (અર્થાત્ બધા જીવોને બન્ને નયો લાગુ પડે છે). એવો સૂટાર્થ (ગાથાનો અર્થ) વ્યર્થ ઠરે છે. (ઉત્તર :–વ્યર્થ નથી ઠરતો કારણ કે-) નિગમ એટલે વિકલ્પ; તેમાં હોય તે *નૈગમ. તે નૈગમય ત્રણ પ્રકારનો છે : ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમ કે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના
* જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), ભવિષ્યકાળના પર્યાયને
વર્તમાનવતું સંકલ્પિત કરે (અથવા કહે), અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતા યુક્ત વર્તમાન પર્યાયને સર્વનિષ્પન્નવતું સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમનય કહે છે.