________________
કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૬૩ केचन मंदबुद्धयः त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिर्विकल्पकनिजकारणपरमात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानरूपशुद्धरत्नत्रयप्रतिपक्षमिथ्यात्वकर्मोदयसामर्थेन मिथ्यादर्शनज्ञानचारित्रपरायणाः ईर्ष्याभावेन समत्सरपरिणामेन सुन्दरं मागं सर्वज्ञवीतरागस्य मार्ग पापक्रियानिवृत्तिलक्षणं भेदोपचाररत्नत्रयात्मकमभेदोपचाररत्नत्रयात्मकं केचिन्निन्दन्ति, तेषां स्वरूपविकलानां कुहेतुदृष्टान्तसमन्वितं कुतर्कवचनं श्रुत्वा ह्यभक्तिं जिनेश्वरप्रणीतशुद्धरत्नत्रयमार्गे हे भव्य मा कुरुष्व, पुनर्भक्तिः कर्तव्येति।
(શાર્દૂત્તવિક્રીડિત) देहव्यूहमहीजराजिभयदे दुःखावलीश्वापदे विश्वाशातिकरालकालदहने शुष्यन्मनीयावने । नानादुर्णयमार्गदुर्गमतमे दृङ्मोहिनां देहिनां
जैनं दर्शनमेकमेव शरणं जन्माटवीसंकटे ॥३०६॥ કોઈ મંદબુદ્ધિઓ ત્રિકાળનિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા નિર્વિકલ્પનિજકારણપરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાનજ્ઞાન અનુષ્ઠાનરૂપશુદ્ધરત્નત્રયથી પ્રતિપક્ષ મિથ્યાત્વકર્મોદયના સામર્થ્ય વડે મિથ્યાદર્શનશાનચારિત્રપરાયણ વર્તતા થકા ઈર્ષાભાવથી અર્થાત્ મત્સરયુક્ત પરિણામથી સુંદર માર્ગને–પાપક્રિયાથી નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા ભેદોપચારરત્નત્રયાત્મક અને અભેદોપચારરત્નત્રયાત્મક સર્વજ્ઞવીતરાગના માર્ગને–નિંદ છે, તે સ્વરૂપવિકળ (સ્વરૂપપ્રાપ્તિ રહિત) જીવોનાં કુહેતુકુંદષ્ટાંતયુક્ત કુતર્કવચનો સાંભળીને જિનેશ્વરપ્રણીત શુદ્ધરત્નત્રયમાર્ગ પ્રત્યે, હે ભવ્ય! અભક્તિ ન કરજે, પરંતુ ભક્તિ કર્તવ્ય છે.
[હવે આ ૧૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે.]
[શ્લોકાર્થ –] દેહસમૂહરૂપી વૃક્ષપંક્તિથી જે ભયંકર છે, જેમાં દુઃખપરંપરારૂપી જંગલી પશુઓ (વસે) છે, અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે, જેમાં બુદ્ધિરૂપી જળ (?) સુકાય છે અને જે દર્શનમોહયુક્ત જીવોને અનેક કુનયરૂપી
* અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.