SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ તથા દિ– (શાર્દૂનવિક્રીડિત) लोकालोकनिकेतनं वपुरदो ज्ञानं च यस्य प्रभोस्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम् । स्तोतुं के भुवनत्रयेऽपि मनुजाः शक्ताः सुरा वा पुनः जाने तत्स्तवनैककारणमहं भक्तिर्जिनेऽत्युत्सुका ॥३०७॥ णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं। णच्चा जिणोवदेसं पुवावरदोसणिम्मुक्कं ॥१८७॥ निजभावनानिमित्तं मया कृतं नियमसारनामश्रुतम्। ज्ञात्वा जिनोपदेशं पूर्वापरदोषनिर्मुक्तम् ॥१८७॥ માર્ગોને લીધે અત્યંત દુર્ગમ છે, તે સંસારઅટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. ૩૦૬. વળી– [શ્લોકાર્થ –] જે પ્રભુનું જ્ઞાનશરીર સદા લોકાલોકનું નિકેતન છે (અર્થાત્ જે નેમિનાથપ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છે—જણાય છે), તે શ્રી નેમિનાથ તીર્થેશ્વરને-કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમને–સ્તવવાને ત્રણે લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? (તોપણ) તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જિન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭. નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસારસુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭. અન્વયાર્થ –[પૂર્વાપરવોષનિકું] પૂર્વાપર દોષ રહિત દુનિનોપદેશ] જિનોપદેશને [જ્ઞાત્વા] જાણીને [મયા] માં [નિગમવનનિમિત્ત] નિજભાવના નિમિત્તે [નિયમસરનામથુત] નિયમસાર નામનું શાસ્ત્ર [] કર્યું છે. + દુર્ગમ = મુશ્કેલીથી ઓળંગી શકાય એવું; દુસ્તર. (સંસારઅટવીને વિષે અનેક કુનયરૂપી માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસારઅટવી અત્યંત દુસ્તર છે.)
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy