________________
૩૦૦]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ पडिकमणपहुदिकिरियं कुव्वतो णिच्छयस्स चारित्तं । तेण दु विरागचरिए समणो अब्भुट्ठिदो होदि॥१५२॥
प्रतिक्रमणप्रभृतिक्रियां कुर्वन् निश्चयस्य चारित्रम् ।
तेन तु विरागचरिते श्रमणोभ्युत्थितो भवति॥१५२॥ परमवीतरागचारित्रस्थितस्य परमतपोधनस्य स्वरूपमत्रोक्तम् ।
यो हि विमुक्तैहिकव्यापारः साक्षादपुनर्भवकांक्षी महामुमुक्षुः परित्यक्तसकलेन्द्रियव्यापारत्वान्निश्चयप्रतिक्रमणादिसत्क्रियां कुर्वन्नास्ते, तेन कारणेन स्वस्वरूपविश्रान्तिलक्षणे परमवीतरागचारित्रे स परमतपोधनस्तिष्ठति इति। વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે; સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. ૨૬૧.
પ્રતિક્રમણ આદિક્રિયા–ચરણનિશ્ચયતણું–કરતો રહે, તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫ર.
અન્વયાર્થ:-[પ્રતિક્રમણvમૃતિક્રિય] પ્રતિક્રમણાદિ ક્રિયાને[નિશ્ચયસ્થ વારિત્રH]. નિશ્ચયના ચારિત્રને–ર્વિન] (નિરંતર) કરતો રહે છે તિન ત] તે થી [શ્રમ:] તે શ્રમણ [વિરાવરિતે] વીતરાગ ચારિત્રામાં [ગમ્યુત્થિતઃ મવતિ] આરૂઢ છે.
ટીકા –અહીં પરમ વીતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કહ્યડી છે.
જેણે ઐહિક વ્યાપાર (સાંસારિક કાર્યો) તજેલ છે એવો જે સાક્ષાતુ અપુનર્ભવનો (મોક્ષનો) અભિલાષી મહામુમુક્ષુ સકળ ઇન્દ્રિયવ્યાપારને છોડ્યો હોવાથી નિશ્ચય પ્રતિક્રમણાદિ સન્ક્રિયાને કરતો સ્થિત છે (અર્થાતુ નિરંતર કરે છે), તે પરમ તપોધન તે કારણે નિજસ્વરૂપવિશ્રાંતિલક્ષણ પરમવીતરાગચારિત્રમાં સ્થિત છે (અર્થાત્ તે પરમ શ્રમણ, નિશ્ચયપ્રતિક્રમણાદિ નિશ્ચયચારિત્રમાં સ્થિત હોવાને લીધે, જેનું લક્ષણ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમવીતરાગ ચારિત્રમાં સ્થિત છે).
[હવે આ ૧૫રમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]