________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમભક્તિ અધિકાર
[ ૨૭૧ ___ अत्यपूर्वनिरुपरागरत्नत्रयात्मकनिजचिदिलासलक्षणनिर्विकल्पपरमसमाधिना निखिलमोहरागद्वेषादिविविधविकल्पाभावे परमसमरसीभावेन निःशेषतोऽन्तर्मुखनिजकारणसमयसारस्वरूपमत्यासन्नभव्यजीवः सदा युनक्त्येव, तस्य खलु निश्चययोगभक्तिर्नान्येषाम् તિા
(અનુદુમ્) भेदाभावे सतीयं स्याद्योगभक्तिरनुत्तमा।
तयात्मलब्धिरूपा सा मुक्तिर्भवति योगिनाम् ॥२२९॥ विवरीयाभिणिवेसं परिचत्ता जोहकहियतचेसु । जो मुंजदि अप्पाणं णियभावो सो हवे जोगो॥१३९॥
અતિ અપૂર્વ નિરુપરાગ રત્નત્રયાત્મક, નિજચિવિલાસલક્ષણ નિર્વિકલ્પ પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિકલ્પોનો અભાવ હોતાં, પરમ સમ રસીભાવ સાથે નિરવશેષપણે અંતર્મુખ નિજ કારણસમયસારસ્વરૂપને જે અતિ આસન્નભવ્ય જીવ સદા જોડે છે જ, તેને ખરેખર નિશ્ચયયોગભક્તિ છે; બીજાઓને નહિ.
[હવે આ ૧૩૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ –] ભેદનો અભાવ હોતાં આ અનુત્તમ યોગભક્તિ હોય છે; તેના વડે યોગીઓને આત્મલબ્ધિરૂપ એવી તે (-પ્રસિદ્ધ) મુક્તિ થાય છે. ૨૨૯.
| વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે
જે જીવ જોડે આત્માને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯. ૧. નિરુપરાગ = નિર્વિકાર; શુદ્ધ. [પરમ સમાધિ અતિઅપૂર્વ શુદ્ધ રત્નત્રયસ્વરૂપ છે.] ૨. પરમ સમાધિનું લક્ષણ નિજ ચૈતન્યનો વિલાસ છે. ૩. નિરવશેષ = પૂરેપૂરું. [કારણસમયસારસ્વરૂપ પૂરેપૂરું અંતર્મુખ છે.] ૪. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ.