________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમભક્તિ અધિકાર
[ ૨૬૯ रायादीपरिहारे अप्पाणं जो दु मुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥१३७॥
रागादिपरिहारे आत्मानं यस्तु युनक्ति साधुः।
स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः॥१३७॥ निश्चययोगभक्तिस्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारपरमसमाधिना निखिलमोहरागद्वेषादिपरभावानां परिहारे सति यस्तु साधुरासन्नभव्यजीवः निजेनाखंडाद्वैतपरमानंदस्वरूपेण निजकारणपरमात्मानं युनक्ति, स परमतपोधन एव शुद्धनिश्चयोपयोगभक्तियुक्तः। इतरस्य बाह्यप्रपंचसुखस्य कथं योगभक्तिर्भवति।
तथा चोक्तम्
રાગાદિના પરિવારમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને, કઈ રીતે સંભવ અન્યને? ૧૩૭. અન્વયાર્થઃ—[ઃ સાધુઃ 1] જે સાધુ [રાવિપરિહારે ગાત્માનં યુનજ઼િ] રાગાદિના પરિવારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે), [] તો વિરામવુિં] યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છે; [ફતરસ્ય ] બીજાને [ો] યોગ [વાથ] કઈ રીતે [મવેત્ ] હોય?
ટીકા –આ, નિશ્ચયયોગભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર (-સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી) પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનો પરિહાર હોતાં, જે સાધુ-આસન્નભવ્ય જીવનિજ અખંડ અદ્વૈત પરમાનંદસ્વરૂપ સાથે નિજ કારણપરમાત્માને જોડે છે, તે પરમ તપોધન જ શુદ્ધનિશ્ચય ઉપયોગભક્તિવાળો છે; બીજાને–બાહ્ય પ્રપંચમાં સુખી હોય તેને યોગભક્તિ કઈ રીતે હોય?
એવી રીતે અન્યત્ર શ્લોક દ્વારા) કાડે છે કે –