________________
નિયમસાર
૨૬૮]
[ ભગવાનશ્રીકુંદકુંદ निजपरमात्मभक्तिस्वरूपाख्यानमेतत् ।
भेदकल्पनानिरपेक्षनिरुपचाररत्नत्रयात्मके निरुपरागमोक्षमार्गे निरंजननिजपरमात्मानंद पीयूषपानाभिमुखो जीवः स्वात्मानं संस्थाप्यापि च करोति निर्वृतेर्मुक्त्यङ्गनायाः चरणनलिने परमां भक्तिं, तेन कारणेन स भव्यो भक्तिगुणेन निरावरणसहजज्ञानगुणत्वादसहायगुणात्मकं निजात्मानं प्राप्नोति।
(ાઘરા) आत्मा ह्यात्मानमात्मन्यविचलितमहाशुद्धरत्नत्रयेऽस्मिन् नित्ये निर्मुक्तिहेतौ निरुपमसहजज्ञानदृक्शीलरूपे। संस्थाप्यानंदभास्वन्निरतिशयगृहं चिचमत्कारभक्त्या प्राप्नोत्युच्चैरयं यं विगलितविपदं सिद्धिसीमन्तिनीशः॥२२७॥
ટીકા –આ, નિજ પરમાત્માની ભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત પીવામાં અભિમુખ જીવ ભેદકલ્પનાનિરપેક્ષ નિરુપચારત્નત્રયાત્મક નિરુપરાગ મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિનાં–મુક્તિરૂપી સ્ત્રીનાં–ચરણકમળની પરમ ભક્તિ કરે છે, તે કારણથી તે ભવ્ય જીવ ભક્તિગુણ વડે નિજ આત્માને–કે જે નિરાવરણ સહજ જ્ઞાનગુણવાળો હોવાથી અસહાયગુણાત્મક છે તેને–પ્રાપ્ત કરે છે.
[હવે આ ૧૩૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ –] આ અવિચલિત મહાશુદ્ધરત્નત્રયવાળા, મુક્તિના હેતુભૂત નિરુપમ સહજજ્ઞાનદર્શનચારિત્રરૂપ, નિત્ય આત્મામાં આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને, આ આત્મા ચૈતન્યચમત્કારની ભક્તિ વડે નિરતિશય ઘરને-કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી ભવ્ય શોભીતું) છે તેને–અત્યંત પ્રાપ્ત કરે છે અર્થાત્ સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. ૨૨૭.
૧. નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર, નિર્મળ; શુદ્ધ. ૨. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ, શ્રેષ્ઠ; અજોડ.