________________
૨૫ ૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (માસિની) इदमिदमघसेनावैजयन्ती हरेत्तां स्फुटितसहजतेजःपुंजदूरीकृतांहः-। प्रबलतरतमस्तोमं सदा शुद्धशुद्धं जयति जगति नित्यं चिचमत्कारमात्रम् ॥२१०॥
(પૃથ્વી) जयत्यनघमात्मतत्त्वमिदमस्तसंसारकं महामुनिगणाधिनाथहृदयारविन्दस्थितम्। विमुक्तभवकारणं स्फुटितशद्धमेकान्ततः सदा निजमहिम्नि लीनमपि सदृशां गोचरम् ॥२११॥
(અર્થાત્ ચાર ગતિના જન્મોમાં સુખદુઃખ શુભાશુભ કૃત્યોથી થાય છે). વળી બીજી રીતે (-નિશ્ચયનય), આત્માને શુભનો પણ અભાવ છે તેમ જ અશુભ પરિણતિ પણ નથી– નથી, કારણ કે આ લોકમાં એક આત્માને (અર્થાત્ આત્મા સદા એકરૂપ હોવાથી તેને) ચો સભવનો પરિચયબિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂહથી સંન્યસ્ત છે (અર્થાત્ જે શુભાશુભ, રાગદ્વેષ વગેરે ભવના ગુણોથી—વિભાવોથી–રહિત છે, તેને (-નિત્યશુદ્ધ આત્માને) હું સ્તવું છું. ૨૦૯.
[શ્લોકાર્થઃ—] સદા શુદ્ધ શુદ્ધ એવું આ (પ્રત્યક્ષ) ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વ જગતમાં નિત્ય જયવંત છે-કે જેણે પ્રગટ થયેલા સહજ તેજ:પુંજ વડે સ્વધર્મત્યાગરૂપ (મોહરૂપ) અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે અને જે પેલી *અઘસેનાની ધજાને હરી લે છે. ૨૧૦.
| [શ્લોકાર્થ –] આ અનઘ (નિર્દોષ) આત્મતત્ત્વ જયવંત છે—કે જેણે સંસારને અસ્ત કર્યો છે, જે મહામુનિગણના અધિનાથના (-ગણધરોના) દયારવિંદમાં સ્થિત છે, જેણે ભવનું કારણ તજી દીધું છે, જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે (અર્થાત્ જે સર્વથા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે, અને જે સદા (ટંકોત્કીર્ણ ચૈતન્યસામાન્યરૂપ) નિજ મહિનામાં લીન હોવા છતાં સમ્યગ્દષ્ટિઓને ગોચર છે. ૨૧૧.
*
અર્ધ = દોષ; પાપ.