________________
૨૩૮ ]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ सुहअसुहवयणरयणं रायादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दुणियम हवे णियमा॥१२०॥
शुभाशुभवचनरचनानां रागादिभाववारणं कृत्वा ।
आत्मानं यो ध्यायति तस्य तु नियमो भवेन्नियमात् ॥१२०॥ शुद्धनिश्चयनियमस्वरूपाख्यानमेतत् ।
यः परमतत्त्वज्ञानी महातपोधनो दैनं संचितसूक्ष्मकर्मनिर्मूलनसमर्थनिश्चयप्रायश्चित्तपरायणो नियमितमनोवाक्कायत्वाद्भववल्लीमूलकंदात्मकशुभाशुभस्वरूपप्रशस्ताप्रशस्तसमस्तवचनरचनानां निवारणं करोति, न केवलमासां तिरस्कारं करोति किन्तु निखिलमोहरागद्वेषादिपरभावानां निवारणं च करोति, पुनरनवरतमखंडाद्वैतसुन्दरानन्दनिष्यन्यनुपमनिरंजननिजकारणपरमात्मतत्त्वं नित्यं शुद्धोपयोगबलेन संभावयति, तस्य नियमेन शुद्धनिश्चयनियमो भवतीत्यभिप्रायो भगवतां सूत्रकृतामिति।
છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦. અન્વયાર્થ:-[ગુમઝુમવનરનાના શુભાશુભ વચનરચનાનું અને મુરારિબાવવારH] રાગાદિભાવોનું નિવારણ [કૃત્વા] કરીને [] જે [માત્માન+] આત્માને [ધ્યાતિ] ધ્યાવે છે, [તી તુ] તેને દુનિયમાન્] નિયમથી (-નિશ્ચિતપણે) [નિયમઃ ભવેત્] નિયમ છે.
ટીકા :–આ, શુદ્ધનિશ્ચયનિયમના સ્વરૂપનું કથન છે.
જે પરમતત્ત્વજ્ઞાની મહાતપોધન સદા સંચિત સૂક્ષ્મકર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ નિશ્ચયપ્રાયશ્ચિત્તમાં પરાયણ રહેતો થકો મનવચનકાયાને નિયમિત (સંયમિત) કર્યા હોવાથી ભવરૂપી વેલનાં મૂળતંદાત્મક શુભાશુભસ્વરૂપ પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત વચનરચનાનું નિવારણ કરે છે, કેવળ તે વચનરચનાનો જતિરસ્કાર કરતો નથી પરંતુ સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનું નિવારણ કરે છે, વળી અનવરતપણે (-નિરંતર) અખંડ, અદ્વૈત, સુંદરઆનંદસ્વંદી (સુંદર આનંદઝરતા), અનુપમ, નિરંજન નિજકારણપરમાત્મતત્ત્વની સદા શુદ્ધોપયોગના બળથી સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેને (તે મહાતપોધનને) નિયમથી શુદ્ધનિશ્ચયનિયમ છે એમ ભગવાન સૂત્રકારનો અભિપ્રાય છે.