________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૭ कर्तुमत्यासन्नभव्यजीवः समर्थो यस्मात्, तत एव पापटवीपावक इत्युक्तम्। अतः पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिप्रत्याख्यानप्रायश्चित्तालोचनादिकं सर्वं ध्यानमेवेति।
(મંતાક્રાંતા) यः शुद्धात्मन्यविचलमनाः शुद्धमात्मानमेकं नित्यज्योतिःप्रतिहततमःपुंजमाद्यन्तशून्यम् । ध्यात्वाजस्रं परमकलया सार्धमानन्दमूर्ति जीवन्मुक्तो भवति तरसा सोऽयमाचारराशिः॥१९०॥
જીવને પાપાટવીપાવક (-પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ) કહ્યો છે; આમ હોવાથી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે (અર્થાત્ પરમપરિણામિક ભાવની ભાવનારૂપ જે ધ્યાન તે જ મહાવ્રત પ્રાયશ્ચિત્તાદિ બધુંય છે).
[હવે આ ૧૧૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થ –] જેણે નિત્ય જ્યોતિ વડે તિમિર! જનો નાશ કર્યો છે, જે આદિ અંત રહિત છે, જે પરમ કળા સહિત છે અને જે આનંદમૂર્તિ છે–એવા એક શુદ્ધ આત્માને જે જીવ શુદ્ધ આત્મામાં અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે, તે આ આચારરાશિ જીવ શીધ્ર જીવન્મુક્ત થાય છે. ૧૯૦.
બેસી ગયેલ હોય એવા જળ સમાન ઔપથમિક સમ્યકત્વાદિનું), ક્ષાયોપથમિકભાવોનું (અપૂર્ણ જ્ઞાનદર્શનચારિત્રાદિ પર્યાયોનું) તેમ જ ક્ષાયિકભાવોનું (ક્ષાયિક સમ્યકત્વાદિ સર્વથા શુદ્ધ પર્યાયોનું) પણ આલંબન છોડવું; માત્ર પરમપરિણામિકભાવનું–શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનું–આલંબન લેવું. તેને આલંબનારો ભાવ જ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત વગેરે બધુંય છે. (આત્મસ્વરૂપનું આલંબન, આત્મસ્વરૂપનો આશ્રય, આત્મસ્વરૂપ પ્રત્યે સંમુખતા, આત્મસ્વરૂપ પ્રત્યે વલણ, આત્મસ્વરૂપ પ્રત્યે ઝોક, આત્મસ્વરૂપનું ધ્યાન, પરમ પારિણામિકભાવની ભાવના, ‘હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છુંએવી પરિણતિ–એ બધાંનો એક અર્થ છે.)
મન = ભાવ
૨.
આચારરાશિ = ચારિત્રપુંજ; ચારિત્રસમૂહરૂપ.