SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર ૨૩૬ ] [ ભગવાન શ્રી કુંદકુંદ अप्पसरूवालंबणभावेण दु सव्वभावपरिहारं। सक्कदि कादं जीवो तम्हा झाणं हवे सव्वं ॥११९॥ आत्मस्वरूपालम्बनभावेन तु सर्वभावपरिहारम् । शक्नोति कर्तुं जीवस्तस्माद् ध्यानं भवेत् सर्वम् ॥११९॥ अत्र सकलभावानामभावं कर्तुं स्वात्माश्रयनिश्चयधर्मध्यानमेव समर्थमित्युक्तम्। अखिलपरद्रव्यपरित्यागलक्षणलक्षिताक्षुण्णनित्यनिरावरणसहजपरमपारिणामिकभाव - भावनया भावान्तराणां चतुर्णामौदयिकौपशमिकक्षायिकक्षायोपशमिकानां परिहारं આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯. અન્વયાર્થ:-[માત્મસ્વરૂપાત્તવનમાવેન તુ] આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી [Mીવઃ] જીવ [સમાવપરિહાર] સર્વભાવોનો પરિહાર [íમ્ શવનોતિ] કરી શકે છે , [તસ્માતુ] તેથી [ધ્યાનમ્] ધ્યાન તે [સર્વમ્ ભવેત] સર્વસ્વ છે. ટીકા :–અહીં (આ ગાથામાં), નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચય ધર્મધ્યાન જ સર્વ ભાવોનો અભાવ કરવાને સમર્થ છે એમ કહ્યું છે. સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત અખંડનિત્યનિરાવરણસહજ પરમપરિણામિકભાવની ભાવનાથી ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ ચાર ભાવાંતરોનો *પરિહાર કરવાને અતિઆસન્નભવ્ય જીવ સમર્થ છે, તેથી જ તે * અહીં ચાર ભાવોના પરિવારમાં ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર (ત્યાગ) કરવાનું કાર્ડ છે તેનું કારણ આ પ્રમાણે છે : શુદ્ધાત્મદ્રવ્યનું જ–સામાન્યનું જ–આલંબન લેવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે. ક્ષાયિકભાવનું–શુદ્ધ પર્યાયનું (વિશેષનું)–આલંબન કરવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય કદી પ્રગટતો નથી. માટે ક્ષાયિકભાવનું પણ આલંબન ત્યાજય છે. આ જે ક્ષાયિકભાવના આલંબનનો ત્યાગ તેને અહીં ક્ષાયિકભાવનો ત્યાગ કહેવામાં આવ્યો છે. અહીં એમ ઉપદેશ્ય કે–પરદ્રવ્યોનું અને પરભાવોનું આલંબન તો દૂર રહો, મોક્ષાર્થીએ પોતાના ઔદયિકભાવોનું (સમસ્ત શુભાશુભભાવાદિકનું), ઔપથમિકભાવોનું (જેમાં કાદવ નીચે
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy