________________
પરમઆલોચના અધિકાર
[ ૨૦૭ वरणांतरायमोहनीयवेदनीयायुर्नामगोत्राभिधानानि हि द्रव्यकर्माणि। कर्मोपाधिनिरपेक्षसत्ताग्राहकशुद्धनिश्चयद्रव्यार्थिकनयापेक्षया हि एभिनॊकर्मभिर्द्रव्यकर्मभिश्च निर्मुक्तम् । मतिज्ञानादयो विभावगुणा नरनारकादिव्यंजनपर्यायाश्चैव विभावपर्यायाः। सहभुवो गुणाः क्रमभाविनः पर्यायाश्च। एभिः समस्तैः व्यतिरिक्तं, स्वभावगुणपर्यायैः संयुक्तं, त्रिकालनिरावरणनिरंजनपरमात्मानं त्रिगुप्तिगुप्तपरमसमाधिना यः परमश्रमणो नित्यमनुष्ठानसमये वचनरचनाप्रपंचपराङ्मुखः सन् ध्यायति, तस्य भावश्रमणस्य सततं निश्चयालोचना મવતતિા तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
(ગા) "मोहविलासविचूँभितमिदमुदयत्कर्म सकलमालोच्य।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते॥" દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર નામનાં દ્રવ્યકર્મો છે. *કર્મોપાધિનિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમાત્મા આ નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત છે. મતિજ્ઞાનાદિક તે વિભાવગુણો છે અને નરનારકાદિ વ્યંજનપર્યાયો તે જ વિભાવપર્યાયો છે; ગુણો સહભાવી હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય છે. પરમાત્મા આ બધાથી (-વિભાવગુણો અને વિભાવપર્યાયોથી) વ્યતિરિક્ત છે. ઉપરોક્ત નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત તથા ઉપરોક્ત સમસ્ત વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત તેમ જ સ્વભાવગુણપર્યાયોથી સંયુક્ત, ત્રિકાળનિરાવરણ નિરંજન પરમાત્માને ત્રિગુપ્તિગુપ્ત (-ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત એવી) પરમસમાધિ વડે જે પરમ શ્રમણ સદા અનુષ્ઠાનસમયે વચનરચનાના પ્રપંચથી (-વિસ્તારથી) પરાક્ષુખ વર્તતો થકો ધ્યાવે છે, તે ભાવશ્રમણને સતત નિશ્ચયઆલોચના છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૨૭મા શ્લોક દ્વારા) કહ્યડે છે કે –
“[શ્લોકાર્થ –]મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (-ઉદયમાં આવતું) કર્મ તે સમસ્તને આલોચીને (-તે સર્વ કર્મની આલોચના કરીને), હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ
* શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનય કર્મોપાધિની અપેક્ષા રહિત સત્તાને જ ગ્રહે છે.