SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા]. નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર [ ૨૦૫ (9) प्रणष्टदुरितोत्करं प्रहतपुण्यकर्मव्रजं प्रधूतमदनादिकं प्रबलबोधसौधालयम् । प्रणामकृततत्त्ववित् प्रकरणप्रणाशात्मकं प्रवृद्धगुणमंदिरं प्रहृतमोहरात्रिं नुमः॥१५१॥ इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयप्रत्याख्यानाधिकारः षष्ठः श्रुतस्कन्धः॥ [શ્લોકાર્થ :-]જેણે પાપના રાશિને નષ્ટ કર્યો છે, જેણે પુણ્યકર્મના સમૂહને હણ્યો છે, જેણે મદન (કામ) વગેરેને ખંખેરી નાખ્યા છે, જે પ્રબળ જ્ઞાનનો મહેલ છે, જેને તત્ત્વવેત્તાઓ પ્રણામ કરે છે, જે પ્રકરણના નાશસ્વરૂપ છે (અર્થાતુ જેને કોઈ કાર્ય કરવાનું નથી–જે કૃતકૃત્ય છે), જે પુષ્ટ ગુણોનું ધામ છે અને જેણે મોહરાત્રિનો નાશ કર્યો છે, તેને (-તે સહજ તત્ત્વને) અમે નમીએ છીએ. ૧૫૧. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસારપરમાગમની નિગ્રંથ મુનિરાજશ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિતતાત્પર્યવૃત્તિનામની ટીકામાં) નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર નામનો છઠ્ઠો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy