SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (માનિની) जयति सहजतत्त्वं तत्त्वनिष्णातबुद्धेः हृदयसरसिजाताभ्यन्तरे संस्थितं यत् । तदपि सहजतेजः प्रास्तमोहान्धकारं स्वरसविसरभास्वरोधविस्फूर्तिमात्रम् ॥१४८॥ (9) अखंडितमनारतं सकलदोषदूरं परं भवांबुनिधिमग्नजीवततियानपात्रोपमम्। अथ प्रबलदुर्गवर्गदववह्निकीलालकं नमामि सततं पुनः सहजमेव तत्त्वं मुदा॥१४९॥ (પૃથ્વી) जिनप्रभुमुखारविन्दविदितं स्वरूपस्थितं मुनीश्वरमनोगृहान्तरसुरत्नदीपप्रभम् । नमस्यमिह योगिभिर्विजितदृष्टिमोहादिभिः नमामि सुखमन्दिरं सहजतत्त्वमुच्चैरदः॥१५०॥ [શ્લોકાર્થ –] તત્ત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદયકમળરૂપ અત્યંતરમાં જે સુસ્થિત છે, તે સહજ તત્ત્વ જયવંત છે. તે સહજ તેજે મોહાંધકારનો નાશ કર્યો છે અને તે (સહજ તેજ) નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશનમાત્ર છે. ૧૪૮. [શ્લોકાર્થ :-] વળી, જે (સહજ તત્ત્વ) અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી દૂર છે, ઉત્કૃષ્ટ છે, ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને શાંત કરવા) માટે જળ સમાન છે, તે સહજ તત્ત્વને હું પ્રમોદથી સતત નમું છું. ૧૪૯. [શ્લોકાર્થ –] જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત (પ્રસિદ્ધ) છે, જે સ્વરૂપમાં સ્થિત છે, જે મુનીશ્વરોના મનો ગ્રહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે, જે આ લોકમાં દર્શનમોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવાયોગ્ય છે અને જે સુખનું મંદિર છે, તે સહજ તત્ત્વને હું સદા અત્યંત નમું છું. ૧૫૦.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy