________________
૧૯૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ अशुभोपयोगपराङ्मुखस्य शुभोपयोगेऽप्युदासीनपरस्य साक्षाच्छुद्धोपयोगाभिमुखस्य मम परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभस्य शुद्धोपयोगेऽपि च स परमात्मा सनातनस्वभावत्वात्तिष्ठति। तथा चोक्तमेकत्वसप्ततौ
(ગુરુમ) "तदेकं परमं ज्ञानं तदेकं शुचि दर्शनम् । चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः॥
(ગુરુમ) नमस्यं च तदेवैकं तदेवैकं च मंगलम् । उत्तमं च तदेवैकं तदेव शरणं सताम् ॥
(અનુદુમ્) आचारश्च तदेवैकं तदेवावश्यकक्रिया। स्वाध्यायस्तु तदेवैकमप्रमत्तस्य योगिनः॥"
માટે પાવક સમાન જે હું તેના શુભાશુભસંવરમાં (તે પરમાત્મા છે), તથા અશુભોપયોગથી પરામુખ, શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનતાવાળો અને સાક્ષાત્ શુદ્ધોપયોગની સંમુખ જે હું–પરમાગમરૂપી પુષ્પરસજેના મુખમાંથીઝરે છે એવો પદ્મપ્રભ–તેના શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે કારણ કે તે (પરમાત્મા) સનાતન સ્વભાવવાળો છે.
એવી રીતે એક–સપ્તતિમાં (-શ્રી પદ્મનંદીઆચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિકાના એક_સપ્તતિ નામના અધિકારમાં ૩૯, ૪૦ ને ૪૧મા શ્લોક દ્વારા) કહ્યડે છે કે –
શ્લોકાર્થ :–] તે જ એ ક (-તે ચૈતન્યજ્યોતિ જ એક) પરમ જ્ઞાન છે, તે જ એક પવિત્રા દર્શન છે, તે જ એક ચારિત્રો છે અને તે જ એક નિર્મળ તપ છે.
[શ્લોકાર્થ :-] સપુરુષોને તે જ એક નમસ્કારયોગ્ય છે, તે જ એક મંગળ છે, તે જ એક ઉત્તમ છે અને તે જ એક શરણ છે.
[શ્લોકાર્થ –]અપ્રમત્ત યોગીને તે જ એક આચાર છે, તે જ એક આવશ્યક ક્રિયા છે અને તે જ એક સ્વાધ્યાય છે.''