________________
178
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
अथेदानीं सकलप्रव्रज्यासाम्राज्यविजयवैजयन्तीपृथुलदंडमंडनायमानसकलकर्मनिर्जराहेतुभूतनिःश्रेयसनिश्रेणीभूतमुक्तिभामिनीप्रथमदर्शनोपायनीभूतनिश्चयप्रत्याख्यानाधिकारः कथ्यते। તદ્યથા–
अत्र सूत्रावतारः।
मोत्तूण सयलजप्पमणागयसुहमसुहवारणं किच्चा। अप्पाणं जो झायदि पच्चक्खाणं हवे तस्स॥९५॥ मुक्त्वा सकलजल्पमनागतशुभाशुभनिवारणं कृत्वा। आत्मानं यो ध्यायति प्रत्याख्यानं भवेत्तस्य ॥९॥
હવે નીચે પ્રમાણે નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર કહેવામાં આવે છે–કે જે નિશ્ચય પ્રત્યાખ્યાન સકળ પ્રવ્રયારૂપ સામ્રાજ્યની વિજયધજાના વિશાળ દંડની શોભા સમાન છે, સમસ્ત કર્મોની નિર્જરાના હેતુભૂત છે, મોક્ષની સીડી છે અને મુક્તિરૂપી સ્ત્રીના પ્રથમ દર્શનની ભેટ છે. અહીં ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે.
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે જીવ ધ્યાને આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫. અન્વયાર્થ :—[સત્તઝમ્] સમસ્ત જલ્પને (-વચનવિસ્તારને) [મુન્દ્રા] છોડીને અને [ગના તિગુમાશુમનિવાર[] અનાગત શુભ અશુભનું નિવારણ [ ] કરીને [...]