________________
નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૭૯ निश्चयनयप्रत्याख्यानस्वरूपाख्यानमेतत् ।
अत्र व्यवहारनयादेशात् मुनयो भुक्त्वा = दैनं पुनर्योग्यकालपर्यन्तं प्रत्यादिष्टान्नपानखाद्यलेह्यरुचयः, एतद् व्यवहारप्रत्याख्यानस्वरूपम्। निश्चयनयतः प्रशस्ताप्रशस्तसमस्तवचनरचनाप्रपंचपरिहारेण शुद्धज्ञानभावनासेवाप्रसादादभिनवशुभाशुभद्रव्यभावकर्मणां संवरः प्रत्याख्यानम्। यः सदान्तर्मुखपरिणत्या परमकलाधारमत्यपूर्वमात्मानं ध्यायति तस्य नित्यं प्रत्याख्यानं भवतीति। तथा चोक्तं समयसारे
“सब्वे भावे जम्हा पञ्चक्खाई परे त्ति णादूणं। तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेयव्वं ॥"
જે [ગાત્માનં] આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [10] તેને [પ્રત્યાધ્યાનં] પ્રત્યાખ્યાન [મવેત્] છે.
ટીકા :–આ, નિશ્ચયનયના પ્રત્યાખ્યાનના સ્વરૂપનું કથન છે.
અહીં એમ કહ્યાં છે કે–વ્યવહારનયના કથનથી, મુનિઓ દિને દિને ભોજન કરીને પછી યોગ્ય કાળ પર્યંત અન્ન, પાન, ખાદ્ય અને લેધની રુચિ છોડે છે; આ વ્યવહાર પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. નિશ્ચયનયથી, પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત વચનરચનાના *પ્રપંચના પરિહાર વડે શુદ્ધજ્ઞાનભાવનાની સેવાના પ્રસાદ દ્વારા જે નવાં શુભાશુભ દ્રવ્યકર્મોનો તેમ જ ભાવકર્મોનો સંવર થવો તે પ્રત્યાખ્યાન છે. જે સદા અંતર્મુખ પરિણમનથી પરમ કળાના આધારરૂપ અતિઅપૂર્વ આત્માને ધ્યાવે છે, તેને નિત્ય પ્રત્યાખ્યાન છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૪મી ગાથા દ્વારા) કહ્યડે છે કે –
[ગાથાર્થ :–] “પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે” એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે (અર્થાતુ પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે) એમ નિયમથી જાણવું.'
* પ્રપંચ = વિસ્તાર. (અનેક પ્રકારની સમસ્ત વચનરચનાને છોડીને શુદ્ધ જ્ઞાનને ભાવવાથી–તે
ભાવનાના સેવનની કૃપાથી–ભાવકર્મોનો અને દ્રવ્યકર્મોનો સંવર થાય છે.)