________________
જિનજીની વાણી
[રાગઆશાભર્યા અમે આવિયા] સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મને લાગે રળી, જેમાં સારસમય શિરતાજ રે,
- જિનજીની વાણી ભલી રે.....સીમંધર૦ ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્ય પંચાસ્તિ, ગૂંથ્ય પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્યનિયમસાર, ગૂંચ્યુંરયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે............સીમંધર૦ સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકારનાદ રે,
જિનાજીની વાણી ભલી રે..સીમંધ૨૦ હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હિંમતલાલ જેઠાલાલ શાહ
જિ
.