SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૭ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર तथा चोक्तम् (ગુરુ) "निष्क्रिय करणातीतं ध्यानध्येयविवर्जितम् । अन्तर्मुखं तु यद्ध्यानं तच्छुक्लं योगिनो विदुः॥" (વસંતતિdવા) ध्यानावलीमपि च शुद्धनयो न वक्ति व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे । सास्तीत्युवाच सततं व्यवहारमार्गस्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम् ॥११९॥ (વસંતતિત) सद्बोधमंडनमिदं परमात्मतत्त्वं मुक्तं विकल्पनिकरैरखिलैः समन्तात् । नास्त्येष सर्वनयजातगतप्रपंचो ध्यानावली कथय सा कथमत्र जाता॥१२०॥ એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે – [શ્લોકાર્થ :-] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાતુ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુક્લધ્યાન કહે છે.” [હવે આ ૮૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે : [શ્લોકાર્થ :-]પ્રગટપણે સદાશિવમય (-નિરંતરકલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને વિષે *ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે)” એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિનેંદ્ર ! આવું તે તત્ત્વ –તે નય દ્વારા કહેલું વસ્તસ્વરૂપ), અહો ! મહા ઈન્દ્રજાળ છે. ૧૧૯. [શ્લોકાર્થ –] સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ સમૂહોથી સર્વતઃ મુક્ત (–સર્વ તરફથી રહિત) છે. (આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ * ધ્યાનાવલિ = ધ્યાનપંક્તિ; ધ્યાનપરંપરા.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy