________________
૧૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ ध्यानविकल्पस्वरूपाख्यानमेतत्।।
स्वदेशत्यागात् द्रव्यनाशात् मित्रजनविदेशगमनात् कमनीयकामिनीवियोगात् अनिष्टसंयोगाद्वा समुपजातमार्तध्यानम्, चौरजारशात्रवजनवधबंधननिबद्धमहढेषजनितरौद्रध्यानं च, एतद्वितयम् अपरिमितस्वर्गापवर्गसुखप्रतिपक्षं संसारदुःखमूलत्वान्निरवशेषेण त्यक्त्वा, स्वर्गापवर्गनिःसीमसुखमूलस्वात्माश्रितनिश्चयपरमधर्मध्यानम्, ध्यानध्येयविविधविकल्पविरहितान्तर्मुखाकारसकलकरणग्रामातीतनिर्भेदपरमकलासनाथनिश्चयशुक्लथ्यानं च ध्यात्वा यः परमभावभावनापरिणतः भव्यवरपुंडरीकः निश्चयप्रतिक्रमणस्वरूपो भवति, परमजिनेन्द्रवदनारविन्दविनिर्गतद्रव्यश्रुतेषु विदितमिति। ध्यानेषु च चतुर्पु हेयमाद्यं ध्यानद्वितयं, त्रितयं तावदुपादेयं, सर्वदोपादेयं च चतुर्थमिति। છોડીને [ઘર્મગુવતં વા] ધર્મ અથવા શુક્લ ધ્યાનને [ધ્યાતિ] ધ્યાવે છે, [1] તે (જીવ) [નિવનિર્વિસૂવું] જિનવરકથિત સૂત્રોમાં [પ્રતિત્ર મળ] પ્રતિક્રમણ [૩] કહેવાય છે.
ટીકા :–આ, ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.
(૧) સ્વદેશના ત્યાગથી, દ્રવ્યના નાશથી, મિત્રજનના વિદેશગમનથી, કમનીય (ઇષ્ટ, સુંદર) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું જે આર્તધ્યાન, તથા (૨) ચોરજારશત્રુજનોનાં વધબંધન સંબંધી મહા દ્વેષથી ઊપજતું જે રૌદ્રધ્યાન, તે બને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ સંસારદુ:ખનાં મૂળ હોવાને લીધે તે બન્નેને નિરવશેષપણે (સર્વથા) છોડીને, (૩) સ્વર્ગ અને મોક્ષના નિઃસીમ (બેહદ) સુખનું મૂળ એવું જે સ્વાત્માશ્રિત નિશ્ચયપરમધર્મધ્યાન, તથા (૪) ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત, *અંતર્મુખાકાર, સકળ ઇન્દ્રિયોના સમૂહથી અતીત (સમસ્ત ઇન્દ્રિયાતીત) અને નિર્ભેદ પરમ કળા સહિત એવું જે નિશ્ચયશુક્લધ્યાન, તેમને ધ્યાઈને, જે ભવ્યવરપુંડરીક (-ભવ્યોત્તમ) પરમભાવની (પારિણામિક ભાવની) ભાવનારૂપે પરિણમ્યો છે, તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે—એમ પરમ જિનેંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.
ચાર ધ્યાનોમાં પહેલાં બે ધ્યાન હેયછે, ત્રીજું પ્રથમ તો ઉપાદેય છે અને ચોથું સર્વદા ઉપાદેય છે. * અંતર્મુખાકાર = અંતર્મુખ જેનો આકાર અર્થાત્ સ્વરૂપ છે એવું.