________________
૧૫૪ ]
નિયમસાર
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
तथा हि
–
(અનુત્તુમ્)
" भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल अस्यैवाभावतो बद्धा बद्धा ये किल
[ભગવાનશ્રીકુંદકુંદ
केचन । केचन ॥"
(માહિની)
इति सति मुनिनाथस्योच्चकैर्भेदभावे स्वयमयमुपयोगाद्राजते मुक्तमोहः । शमजलनिधिपूरक्षालितांहः कलंकः
स खलु समयसारस्यास्य भेदः क एषः ॥ ११०॥
मोत्तूण वयणरयणं रागादी भाववारणं किच्चा । अप्पाणं जो झायदि तस्स द होदि त्ति पडिकमणं ॥ ८३ ॥
दु
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૧મા શ્લોક દ્વારા) કાર્ડ છે કે :
:
‘‘[શ્લોકાર્થ :—] જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.’’
વળી (આ ૮૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :
[શ્લોકાર્થ :—]એ રીતે જયારે મુનિનાથને અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાનપરિણામ) થાય છે,ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી, મુક્તમોહ (મોહ રહિત) થયો થકો, શમજલનિધિના પૂરથી (ઉપશમસમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને, વિરાજે (—શોભે) છે;—તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે ! ૧૧૦.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩.