________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર
| [ ૧૫૩ एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारित्तं। तं दिढकरणणिमित्तं पडिक्कमणादी पवक्खामि॥१२॥
ईदृग्भेदाभ्यासे मध्यस्थो भवति तेन चारित्रम्।
तदृढीकरणनिमित्तं प्रतिक्रमणादिं प्रवक्ष्यामि ॥८२॥ अत्र भेदविज्ञानात् क्रमेण निश्चयचारित्रं भवतीत्युक्तम् ।
पूर्वोक्तपंचरत्नांचितार्थपरिज्ञानेन पंचमगतिप्राप्तिहेतुभूते जीवकर्मपुद्गलयोर्भेदाभ्यासे सति, तस्मिन्नेव च ये मुमुक्षवः सर्वदा संस्थितास्ते ह्यत एव मध्यस्थाः, तेन कारणेन तेषां परमसंयमिनां वास्तवं चारित्रं भवति। तस्य चारित्राविचलस्थितिहेतोः प्रतिक्रमणादिनिश्चयक्रिया निगद्यते। अतीतदोषपरिहारार्थं यत्प्रायश्चित्तं क्रियते तत्प्रतिक्रमणम् । आदिशब्देन प्रत्याख्यानादीनां संभवश्चोच्यत इति। છોડી છે અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૯.
આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રદેઢતા કારણે. ૮૨. અન્વયાર્થ –[મેવાણ્યાસ] આવો ભેદઅભ્યાસ થતાં [મધ્યસ્થ:] જીવ મધ્યસ્થ થાય છે , [તન વારિત્રમ્ ભવતિ] તેથી ચારિત્ર થાય છે [તદ્દતીરનિમિત્ત] તેને ચારિત્રને) દૃઢ કરવા નિમિત્તે [પ્રતિમવિં પ્રવચામ] હું પ્રતિક્રમણાદિ કહીશ.
ટીકા :–અહીં, ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે નિશ્ચયચારિત્ર થાય છે એમ કહ્યર્ડ છે.
પૂર્વોક્ત પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (-પદાર્થોના જ્ઞાન) વડે પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મયુગલનો ભેદઅભ્યાસ થતાં, તેમાં જજે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે, તેઓ તે સતત ભેદાભ્યાસ) દ્વારા મધ્યસ્થ થાય છે અને તે કારણથી તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. તે ચારિત્રાની અવિચળ સ્થિતિના હેતુએ પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે. અતીત (-ભૂતકાળના) દોષોના પરિવાર અર્થે જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે. “આદિ' શબ્દથી પ્રત્યાખ્યાનાદિનો સંભવ કહેવામાં આવે છે (અર્થાત્ પ્રતિક્રમણાદિમાં જે “આદિ' શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ સમાવેશ કરવા માટે છે).
30