SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર (માતિની) जितरतिपतिचापः सर्वविद्याप्रदीपः परिणतसुखरूपः पापकीनाशरूपः । हतभवपरितापः श्रीपदानम्रभूपः स जयति जितकोपः प्रह्वविद्वत्कलापः ॥ ९८ ॥ (માતિની) जयति विदितमोक्षः पद्मपत्रायताक्षः प्रजितदुरितकक्षः प्रास्तकंदर्पपक्षः। पदयुगनतयक्षः तत्त्वविज्ञानदक्षः कृतबुधजनशिक्षः प्रोक्तनिर्वाणदीक्षः ।। ९९ ।। પુણ્યરૂપી કમળને (વિકસાવવા) માટે ભાનુ છે, જેઓ સર્વ ગુણોના સમાજ (–સમુદાય) છે, જેઓ સર્વ કલ્પિત (–ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે, જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે, જેમનાં ચરણમાં સુરેંદ્રો નમે છે અને જેમણે સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે, તે જિનરાજ (શ્રી પદ્મપ્રભ ભગવાન) જયવંત છે. ૯૭. * [ ૧૩૭ [શ્લોકાર્થ :—] કામદેવનાં બાણને જેમણે જીતી લીધાં છે, સર્વ વિદ્યાઓના જેઓ પ્રદીપ (-પ્રકાશક) છે, સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે, પાપને (મારી નાખવા) માટે જેઓ યમરૂપ છે, ભવના પરિતાપનો જેમણે નાશ કર્યો છે, ભૂપતિઓ જેમના શ્રીપદમાં (–મહિમાયુક્ત પુનિત ચરણોમાં) નમે છે, ક્રોધને જેમણે જીત્યો છે અને વિદ્વાનોનો સમુદાય જેમની આગળ ઢળી પડે છે, તે (શ્રી પદ્મપ્રભનાથ) જયવંત છે. ૯૮. ૧૮ [શ્લોકાર્થ ઃ—] પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, પદ્મપત્ર (-કમળનાં પાન) જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે, *પાપકક્ષાને જેમણે જીતી લીધી છે, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે, યક્ષ જેમના ચરણયુગલમાં નમે છે, તત્ત્વવિજ્ઞાનમાં જેઓ દક્ષ (ચતુ૨) છે, બુધજનોને જેમણે શિક્ષા (શિખામણ) આપી છે અને નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે, તે (શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે. ૯૯. કક્ષા = ભૂમિકા; શ્રેણી; સ્થિતિ; પડખું.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy