SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધભાવ અધિકાર [ ૧૦૭ अंतरंगहेतव इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः सकाशादिति। अभेदानुपचाररत्नत्रयपरिणतेर्जीवस्य टंकोत्कीर्णज्ञायकैकस्वभावनिजपरमतत्त्वश्रद्धानेन, तत्परिच्छित्तिमात्रांतर्मुखपरमबोधेन, तद्रूपाविचलस्थितिरूपसहजचारित्रेण अभूतपूर्वः सिद्धपर्यायो भवति। यः परमजिनयोगीश्वरः प्रथमं पापक्रियानिवृत्तिरूपव्यवहारनयचारित्रे तिष्ठति, तस्य खलु व्यवहारनयगोचरतपश्चरणं भवति। सहजनिश्चयनयात्मकपरमस्वभावात्मकपरमात्मनि प्रतपनं तपः। स्वस्वरूपाविचलस्थितिरूपं सहजनिश्चयचारित्रम् अनेन तपसा भवतीति। तथा चोक्तमेकत्वसप्ततौ (સનમ) "दर्शनं निश्चयः पुंसि बोधस्तरोध इष्यते। स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः॥" (સમ્યકત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે. અભેદઅનુપચારરત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે, તજ્ઞાનમાર (-તે નિજ પરમ તત્ત્વના જ્ઞાનમાત્રાસ્વરૂપ) એવા અંતર્મુખ પરમબોધ વડે અને તે રૂપે (અર્થાત્ નિજ પરમ તત્ત્વરૂપે) અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે *અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપનતે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે. એવી રીતે એક–સપ્તતિમાં (શ્રી પદ્મનંદીઆચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંશતિકા નામના શાસ્ત્રને વિષે એક–સપ્તતિ નામના અધિકારમાં ૧૪મા શ્લોક દ્વારા) કહ્યડે છે કે : [શ્લોકાર્થ:-] આત્માનો નિશ્ચય તે દર્શન છે, આત્માનો બોધ તે જ્ઞાન છે, આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે;-આવો યોગ (અર્થાત્ આ ત્રણેની એકતા) શિવપદનું કારણ છે.'' * અભૂતપૂર્વ = પૂર્વે કદી નહિ થયેલો એવો; અપૂર્વ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy