________________
૧૦૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ __ रत्नत्रयस्वरूपाख्यानमेतत्।
भेदोपचाररत्नत्रयमपि तावद् विपरीताभिनिवेशविवर्जितश्रद्धानरूपं भगवतां सिद्धिपरंपराहेतुभूतानां पंचपरमेष्ठिनां चलमलिनागाढविवर्जितसमुपजनितनिश्चलभक्तियुक्तत्वमेव । विपरीते हरिहिरण्यगर्भादिप्रणीते पदार्थसार्थे ह्यभिनिवेशाभाव इत्यर्थः। संज्ञानमपि च संशयविमोहविभ्रमविवर्जितमेव। तत्र संशयः तावत् जिनो वा शिवो वा देव इति। विमोहः शाक्यादिप्रोक्ते वस्तुनि निश्चयः। विभ्रमो ह्यज्ञानत्वमेव। पापक्रियानिवृत्तिपरिणामश्चारित्रम् । इति भेदोपचाररत्नत्रयपरिणतिः। तत्र जिनप्रणीतहेयोपादेयतत्त्वपरिच्छित्तिरेव सम्यग्ज्ञानम् । अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षवः तेऽप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात्
સમ્યજ્ઞાન [વિદ્યd] હોય છે , [વરણમ્] ચારિત્ર (પણ) [મતિ] હોય છે; [તસ્માત] તેથી [વ્યવહારનિશ્ચયેન ત] હું વ્યવહાર અને નિશ્ચયથી [વર પ્રવક્ષ્યામિ] ચારિત્રો કહીશ.
[વ્યવહારનયરિ] વ્યવહારનયના ચારિત્રમાં [વ્યવહારનય] વ્યવહારનયનું [તપશ્ચરણ તપશ્ચરણ [મવતિ] હોય છે; [નિશ્ચયનય2િ] નિશ્ચયનયના ચારિત્રમાં [નિશ્ચયતઃ] નિશ્ચયથી [તપશ્ચરળ] તપશ્ચરણ [મતિ] હોય છે.
ટીકા :–આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
પ્રથમ, ભેદોપચારરત્નત્રય આ પ્રમાણે છે :–વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતામલિનતા અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે. વિષ્ણુબ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યકત્વ છે–એવો અર્થ છે. સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ સમ્યજ્ઞાન છે. ત્યાં, જિન દેવ હશે કે શિવ દેવ હશે (-એવો શંકારૂપભાવ) તે સંશય છે; શાકક્ષાદિકથિત વસ્તુમાં નિશ્ચય (અર્થાત્ બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય) તે વિમોહ છે; અજ્ઞાનપણું (અર્થાત્ વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું) તે જ વિભ્રમ છે. પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે. આમ ભેદોપચારરત્નત્રયપરિણતિ છે. તેમાં, જિનપ્રણીત હયઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યગ જ્ઞાન છે. આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગસર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે