________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધભાવ અધિકાર
[ ૧૦૧ ये पूर्वं न विद्यन्ते इति प्रतिपादितास्ते सर्वे विभावपर्यायाः खलु व्यवहारनयादेशेन विद्यन्ते। संसृतावपि ये विभावभावैश्चतुर्भिः परिणताः सन्तस्तिष्ठन्ति अपि च ते सर्वे भगवतां सिद्धानां शुद्धगुणपर्यायैः सदृशाः शुद्धनयादेशादिति। तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(મતિની) "व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हंत हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमानं परविरहितमन्तः पश्यतां नैष किंचित् ॥"
પૂર્વે જે વિભાવપર્યાયો વિદ્યમાન નથી' એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવપર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વળી જેઓ (વ્યવહારનયના કથનથી) ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધનયના કથનથી શુદ્ધગુણપર્યાયો વડે સિદ્ધભગવંતો સમાન છે (અર્થાત્ જે જીવો વ્યવહારનયના કથનથી ઔદયિકાદિ વિભાવભાવોવાળા હોવાથી સંસારી છે તેઓ બધા શુદ્ધજ્યના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયોવાળા હોવાથી સિદ્ધ સદેશ છે).
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં પાંચમા શ્લોક દ્વારા) કહ્યડે છે કે :
“[શ્લોકાર્થ –] જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂક્યો છે. એવા જીવોને, અરેરે ! હસ્તાવલંબરૂપ ભલે હોય, તોપણ જે જીવો ચૈતન્યચમત્કામાત્ર, પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારનય કાંઈ
નથી.”
છે” એવી વિવેક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે, તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે” એવી વિવેક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (-આલંબન, વલણ, સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહિ.