SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૯ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધભાવ અધિકાર ___ मनोदण्डो वचनदण्डः कायदण्डश्चेत्येतेषां योग्यद्रव्यभावकर्मणामभावान्निर्दण्डः। निश्चयेन परमपदार्थव्यतिरिक्तसमस्तपदार्थसार्थाभावान्निर्बन्दः। प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्निर्ममः। निश्चयेनौदारिकवैक्रियिकाहारकतैजसकार्मणाभिधानपंचशरीरप्रपंचाभावान्निःकलः। निश्चयेन परमात्मनः परद्रव्यनिरवलम्बत्वान्निरालम्बः। मिथ्यात्ववेदरागद्वेषहास्यरत्यरतिशोकभयजुगुप्साक्रोधमानमायालोभाभिधानाभ्यन्तरचतुर्दशपरिग्रहाभावान्नीरागः। निश्चयेन निखिलदुरितमलकलंकपंकनिर्निक्तसमर्थसहजपरमवीतरागसुखसमुद्रमध्यनिर्मग्नस्फुटितसहजावस्थात्मसहजज्ञानगात्रपवित्रत्वान्निर्दोषः। सहजनिश्चयनयबलेन सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखाद्यनेकपरमधर्माधारनिजपरमतत्त्वपरिच्छेदनसमर्थत्वान्निर्मूढः, अथवा साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारनयबलेन त्रिकालत्रिलोकवर्तिस्थावरजंगमात्मकनिखिलद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યકર્મો તથા ભાવકર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દડ છે. નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થસમૂહનો (આત્મામાં) અભાવ હોવાથી આત્મા નિર્દઢ (દ્વિત રહિત) છે. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ (મમતા રહિત) છે. નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ નામનાં પાંચ શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિ:શરીર છે. નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહિ હોવાથી આત્મા નિરાલંબ છે. મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અત્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નીરાગ છે. નિશ્ચયથી સમસ્ત પાપમળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજપરમવીતરાગસુખસમુદ્રમાં મગ્ન (ડૂબેલી, લીન) પ્રગટ સહજાવસ્થાસ્વરૂપ જે સહજજ્ઞાનશરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. સહજ નિશ્ચયનયથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમવીતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમતત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ (મૂઢતા રહિત) છે; અથવા, સાદિઅનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂત વ્યવહારનયથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવરજંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણપર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી ૧૨
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy