________________
૮૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (અઘરા) इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं भक्तिप्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघेः। वीरात्तीर्थाधिनाथादुरितमलकुलध्वांतविध्वंसदक्षं
एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः॥६१॥ णिइंडो णिहंदो णिम्ममो णिकलो णिरालंबो। णीरागो णिदोसो णिम्मूढो णिब्भयो अप्पा॥४३॥
નિgનિર્વઃ નિર્મમઃ નિવત્તઃ નિરારંવડા
नीरागः निर्दोषः निर्मूढः निर्भयः आत्मा॥४३॥ इह हि शुद्धात्मनः समस्तविभावाभावत्वमुक्तम् ।
[શ્લોકાર્થ –] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સલ્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧.
નિર્દડ ને નિર્દક, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે,
નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩. અન્વયાર્થ –[માત્મા] આત્મા [નિર્વવું: નિર્દડ, [નિર્વઃ]નિર્દ, [નિર્મનઃ]નિર્મમ, [નિઃવઃ] નિઃ શરીર, [નિરાર્તવઃ] નિરાલંબ, [નીરા] નીરાગ, [નિર્દોષ ] નિર્દોષ, [નિર્મૂઢઃ] નિમૂઢ અને [નિર્મચઃ] નિર્ભય છે.
ટીકા અહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે.
૧. નિર્દડ = દંડ રહિત. (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં
આવે છે.)